ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મહેસૂલ વિભાગ બનશે ડિજિટલ, એક જ ક્લિકમાં મળશે દસ્તાવેજ... - એક જ ક્લિકમાં દસ્તાવેજ

અમદાવાદ: જિલ્લાના મહેસૂલ તંત્ર દ્વારા સૂચિત સોસાયટીના 3,500થી વધુ હુકમ જેવા કે દાવા, પ્રમાણપત્ર, મંજૂરી, હુકમનો દસ્તાવેજ, સર્ટીફીકેટ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લાભાર્થીઓને તમામ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહેસૂલ વિભાગ દ્વારા વટહુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો

By

Published : Nov 24, 2019, 8:50 PM IST

Updated : Nov 24, 2019, 9:45 PM IST

જિલ્લા મહેસૂલ તંત્ર દ્વારા શહેરના બાપુનગર વિસ્તારમાં સુચિત સોસાયટીના વટહુકમોના વિતરણનો સાતમો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તમામ દાવા, પ્રમાણપત્ર તથા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહેસૂલ વિભાગ દ્વારા વટહુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે મુખ્યપ્રધાન દ્વારા 3500 થી વધુ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૂચિત સોસાયટીના કાયદા અનુસાર ગેરકાયદેસર મકાનને કાયદેસર કરવા માટે 6 જેટલા ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયા છે. જેમાં 6400 જેટલાં હુકમનું વિતરણ કરાયું હતું. તેમજ 10 હજારથી વધુ મકાનો કાયદેસર કરાયાં છે.

સામાન્ય રીતે મહેસૂલ વિભાગના કામો મેળવવા માટે ગાંધીનગર મહેસૂલી કચેરી તથા કલેકટર કચેરી ખાતે જવું પડે છે, પરંતુ હવે રાજ્યનું મહેસૂલ વિભાગ પણ હાઈટેક બન્યું છે. જેથી ખેડૂતો અને જમીન માલિકો દસ્તાવેજી કામકાજ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવ નહીં પડે. ખેડૂતોને હવે માત્ર એક જ ક્લિકમાં તમામ હુકમો અને દસ્તાવેજો મળી રહેશે.

મહેસૂલ વિભાગની વેબસાઈટ પર 8 કરોડ જેટલાં દસ્તાવેજો ઓનલાઈન કરવામાં આવ્યા છે. જેના પગલે 1931થી અત્યાર સુધીના બધા જ 7/12ના ઉતારા ખેડૂતને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Last Updated : Nov 24, 2019, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details