ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદને સલામ, 42 દિવસથી ઘરમાં પુરાઈ રહ્યાં છે અમદાવાદવાસીઓ...

કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકો મોતને ભેટ્યાં છે, તેમાં ગુજરાત પણ બાકી રહ્યું નથી. ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં બીજા નંબરે છે. તેમાંય ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયાં છે. અમદાવાદ હોટસ્પોટ વિસ્તાર(રેડ ઝોન) બની ગયો છે. અમદાવાદનો સિટી વિસ્તાર હાલ કડક લૉક ડાઉનમાં છે. આવો આપણે અમદાવાદની હાલની સ્થિતિ પર જોઈએ વિશેષ અહેવાલ

કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદને સલામ, 42 દિવસથી ઘરમાં પુરાઈ રહ્યાં છે અમદાવાદવાસીઓ
કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદને સલામ, 42 દિવસથી ઘરમાં પુરાઈ રહ્યાં છે અમદાવાદવાસીઓ

By

Published : May 5, 2020, 7:56 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના 5 મે સુધીમાં કુલ 4100 કેસ નોંધાઈ ચુક્યા છે, અને તેમાંથી 234ના મૃત્યુ થયા છે. આ આંકડો નાનોસૂનો નથી. અમદાવાદ સિટી વિસ્તારમાં હાલ ગંભીર સ્થિતિ છે. અમદાવાદના જમાલપુર, દરિયાપુર દાણીલીમડા, બહેરામપુરા, કાળુપુર વિસ્તારોની ગીચતાને પગલે કોરોના વાયરસનો ચેપ વધુ ઝડપે ફેલાયો છે. હાલ અમદાવાદનો સિટી વિસ્તાર લૉક છે, કોઈને અંદરથી બહાર જવા કે આવવાની પરવાનગી નથી.
જબ કુત્તે પર સસ્શા આયા તબ અહમદશાહ બાદશાહને શહર બસાયા… અમદાવાદની પ્રજા નીડર છે, બાહોશ છે, ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. અમદાવાદીઓ દેશ અને વિદેશમાં ડંકો વગાડ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદે અનેક વિપદાઓ અને તોફાનોનો સામનો કર્યો છે. અનેક વખત કરફ્યૂમય જીવન વિતાવ્યું છે, આ વિપરીત સંજોગોમાં અમદાવાદ બેઠું થઈ ગયું છે. પણ આ વખતની વિપદા અલગ પ્રકારની છે. કોરોના વાયરસનો ચેપ ખૂબ ગંભીર ચેપ છે, તેની કોઈ દવા કે વેકસીન નથી. કોરોનાના ચેપની ચેઈન તોડવા માટે તમારે ઘરમાં જ રહેવું પડે. ઘરમાં રહો… સુરક્ષિત રહો… આ એક જ ઉપાય છે.

કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદને સલામ, 42 દિવસથી ઘરમાં પુરાઈ રહ્યાં છે અમદાવાદવાસીઓ
24 કલાક ધમધમતું અમદાવાદ આજે સૂનકાર થઈ ગયું છે, તમામ વેપારધંધા ઠપ છે. ટ્રાફિક જરાય નથી. અમદાવાદની ગલીઓ સૂમસામ છે. ખમીરવંતા અમદાવાદને નજર લાગી ગઈ હોય તેમ અમદાવાદ આજે ભેંકાર બન્યું છે.
કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદને સલામ, 42 દિવસથી ઘરમાં પુરાઈ રહ્યાં છે અમદાવાદવાસીઓ
અમદાવાદવાસીઓ છેલ્લાં 42 દિવસથી લૉક ડાઉનમાં છે, તેમ છતાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આપ વિચારો જો લૉક ડાઉન ન નાંખ્યું હોત તો અનેકગણા કેસ આવ્યાં હોત. માટે ઈટીવી ભારતની અપીલ છે કે ઘરમાં જ રહો, સ્વસ્થ રહો.પાર્થ શાહનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details