અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો તો પહેલેથી જ વધુ જોવા મળે છે. પણ છેલ્લા ચાર મહિનામાં ડેન્ગ્યુએ પગપેસારો કરી દીધો છે. છેલ્લા ચાર મહિનામાં કુલ 3106 કેસ નોંધાયા છે. શહેરમાં ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ ગોતામાં 160 અને શાહીબાગમાં 159 નોંધાયા છે. સૌથી ઓછા કેસ ઇન્દ્રપુરીમાં 21 અને ઠક્કર નગરમાં 27 કેસ નોંધાયા છે. આ આંકડા કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા આંકડા છે.
અમદાવાદમાં ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 3345 કેસ નોંધાયા, 9 લોકોના મોત - Ahmedabad municiple corporation
અમદાવાદઃ હાલ રાજ્યમાં રોગચાળો દિન-પ્રતિદિન વકરતો જાય છે. આ દરમિયાન ડેન્ગ્યુના કેસો પણ વધતા જાય છે. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 3345 નોંધાયા છે. જ્યારે સિઝનમાં ડેન્ગ્યૂથી 9 લોકોના મોત નિપજ્યા છે.
જો હકીકતમાં લેબોરેટરી અને ખાનગી હોસ્પિટલ સહિતના સાચા આંકડા રજૂ કરવામાં આવે તો એ ૬ હજારથી વધુ થાય છે. 100 ફોગીંગ મશીન, 100 કોલ્ડ ફોગીંગ મશીન તેમજ છ મોટા ગોલ્ડ ફોગિંગ મશીન ખરીદવાના હતાં. પરંતુ, તેમાંથી 50 ધુમાડિયા ફોગિંગ મશીન રહ્યા છે. ટેન્ડરમાં જ્યારે ફોગી મશીન લાવવાની વાત કરવામાં આવી હતી, ત્યારે તે ફોગિંગ મશીન ક્યારે આવશે તેની કોઈને કઈ ખબર નથી. કોર્પોરેશન દ્વારા રોગચાળાને ડામવા લાખોનો ખર્ચે કરી વિવિધ એક્ટિવિટી કરવામાં આવે છે, છતાં તેને અટકાવી શકાયો નથી, ત્યારે આ રોગચાળો ક્યારે અંકુશમાં આવશે તે જોવાનું રહ્યું.