ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rathyatra: દેશમાં પહેલીવાર રથયાત્રામાં AIનો થશે ઉપયોગ, ભીડ કાઉન્ટ કરીને વોર્નિંગ આપશે - Rathyatra

ભગવાન શ્રી જગન્નાથની 146મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં અમદાવાદ શહેર પોલીસ માટે રથયાત્રાની તૈયારીઓ માટે ખૂબ ઓછો સમય રહી ગયો છે. સમયની સાથે રથયાત્રામાં પણ ફેરફાર થતા જાય છે. શહેર પોલીસ દ્વારા રૂટ પર પેટ્રોલીંગ સહિતની મિટિંગની કામગીરી શરૂ કરી દીધી છે.

Etદેશમાં પ્રથમવાર રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો થશે ઉપયોગ, જાણો શુ છે ખાસિયત...v Bharat
દેશમાં પ્રથમવાર રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો થશે ઉપયોગ, જાણો શુ છે ખાસિયત...Etv Bharat

By

Published : May 12, 2023, 9:14 AM IST

Updated : May 12, 2023, 11:13 AM IST

રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા રૂટ પર પેટ્રોલીંગ સહિતની મીટીંગની કામગીરી શરૂ

અમદાવાદ: ગુજરાતના લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલી તેમજ જે પ્રસંગમાં લાખો ભક્તોને દર્શન આપવા માટે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે. તે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે થોડી વહેલા છે. તારીખ 20 મી જૂન 2023 ના રોજ અષાઢી બીજના દિવસે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નિકળે છે. જ્યારે દેશની સૌથી મોટી રથયાત્રા પુરીમાં નિકળે છે. અમદાવાદમાં નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ હોય છે. જોકે આ વખતે દેશમાં સૌ પ્રથમવાર પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રથયાત્રાના આયોજનમાં મોટી મદદ મળશે.

AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે?:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે દ્વારા કમ્પ્યુટર સિસ્ટમ કે મશીનને એવી રીતે બનાવવામાં આવે કે તે માણસ દ્વારા કરવામાં આવતા કામો સરળતાથી કરી શકે. આ મશીન કે સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી રહી છે કે તે આપણા જેવા કામ સરળતાથી કરી શકે, નિર્ણય લઈ શકે, સાચા- ખોટાને સમજી શકે, વિઝ્યુઅલ ધારણા, માણસોને ઓળખી શકે એટલે સરળ ભાષામાં કહીયે તો કોમ્પ્યુટરને માણસની જેમ મન આપવામાં આવી રહ્યું છે. જેથી તે માણસની જેમ નિર્ણય લઈ શકે.

AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કામ કરશે?:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 3 ટેકનોલોજી થકી કામ કરશે. જેમાં પહેલા ડ્રોન, બીજું હાઈપર વિઝ્યુલાઇઝેશન 360 કેમેરા થકી સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે. તેમજ ત્રીજી વર્ચ્યુઅલ રિયાલિટી શુ હશે તેના પર નજર રાખવામાં આવશે. જેમાં સોફ્ટવેર સમગ્ર રૂટ પર જાતે જ ભીડ કાઉન્ટ કરીને એડવાન્સ વોર્નિંગ આપશે. જેમાં કોઈ ચોક્કસ જગ્યાએ ભીડ વધી જાય, ત્યારે બંદોબસ્ત ગોઠવવો, ડાયવર્ઝન મેનેજ કરવામાં આવશે. એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ ફાયર અને 108 ઇમરજન્સી સર્વિસ ક્યાં રાખવાથી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય તે તમામ બાબતો નું અપડેટ લાઈવ મળશે.

જનમેદની એકઠી: રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ થોડા સમય પહેલા જ જ્યારે સાણંદ રોડ પર આવેલી અનંત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. સાયબર પ્રોજેક્ટને લઈને જ્યારે પોલીસ અને યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા હતા તેમ સમયે કોલેજના વિદ્યાર્થીઓને AI ની મદદથી રથયાત્રામાં પોલીસને મદદ કરવા આહવાન કર્યું હતું. અનંત યુનિવર્સિટી દ્વારા છેલ્લા એક મહિનાથી આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. અનંત યુનિવર્સીટીના 11 વિદ્યાર્થીઓ અને 3 ફેકલ્ટી મેમ્બર દરરોજ 18 થી 20 કલાક કામ કરી રહ્યા છે. દેશમાં પ્રથમવાર લાખોની જનમેદની એકઠી થતી હોય તેવા જાહેર કાર્યક્રમમાં AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ડીસીપી કોમલ વ્યાસે શુ કહ્યું:અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસએ જણાવ્યા અનુસાર સમગ્ર રૂટનું થ્રીડી મેપીંગ આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અનંત યુનિવર્સિટીની ટીમ દ્વારા રથયાત્રાના 21 કિલોમીટરના રૂટ પર અલગ અલગ જગ્યાએ પોલીસની ટીમ સાથે પહેલા રૂટ સમજવામાં આવ્યો અને 120 જેટલા ડ્રોન ઉડાડીને 2 લાખ 35 હજાર ફોટો કેપ્ચર કરવામાં આવ્યા હતા. સમગ્ર રૂટનો સિનારીયો તૈયાર કરવામાં આવ્યો છે. કયા રૂટ પરથી રથયાત્રા પસાર થતા કેટલો સમય લાગશે તે તમામ બાબતો આમાં તપાસીને મેપીંગ કરવામાં આવ્યું છે. ડીસીપી કોમલ વ્યાસ તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારી કરાવી રહ્યા છે. સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ તેમણે વિસ્તારથી છણાવટ કરી હતી.

" રથયાત્રાના આગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા પેટ્રોલીંગ, શાંતિ સમિતિની મીટીંગ તેમજ રૂટ પરના રસ્તા, વૃક્ષો અને ગટરના ઠાકણા જ્યાં જે ફેરફાર જરૂરી છે તે કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે"--કોમલ વ્યાસ (અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ ડીસીપી)

કંટ્રોલરૂમમાં પળેપળની હકીકત:રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પરની તમામ હિલચાલ માટે પોલીસ દ્વારા જે કંટ્રોલરૂમ બનાવવામાં આવે છે. કંટ્રોલરૂમમાં પળેપળની હકીકત મળતી હોય છે, જેમાં પણ AIની મદદથી કામમાં સરળતા રહેશે. અનંત યુનિવર્સિટી દ્વારા સ્માર્ટ સિટીના કેમેરા, ડ્રોન કેમેરા અને સાથે જ અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ રથયાત્રામાં કેમેરા સાથે હેલ્મેટ પહેરીને સમગ્ર રૂટનું લાઈવ મોનિટરીંગ કરશે અને તે કેમેરા અને અન્ય કેમેરા થકી મળતા તમામ વિઝ્યુઅલ્સ AIની મદદથી મર્જ કરીને રથયાત્રાને લાઈવ જોઈ જરૂર પડે ત્યાં ફાયર, 108 અને પોલીસને જરૂરી મદદ કરશે. ભાસ્કરભાઈ ભટ્ટ જે અનંત યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડિઝાઈન ના ડાયરેક્ટર છે. તેઓે પણ ગર્વ અનુભવી રહ્યા છે. તેમજ આ વિશે વધારે વિગત આપે છે.

"સાયબર ક્રાઈમ, અમદાવાદ પોલીસ અને અનંત યુનિવર્સિટીની અમારી ટીમ 26 દિવસ સુધી કામ કરીને સમગ્ર રૂટનું થ્રીડી મેપિંગ અને અન્ય બાબતો તૈયાર કરી છે. અમને ગર્વ છે કે અમારી યુનિવર્સિટીની ટીમ ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાં આ રીતે ભાગ લઈ રહી છે". ભાસ્કરભાઈ ભટ્ટ (અનંત યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડિઝાઈનના ડાયરેક્ટર)

શું ફાયદો થશે:રથયાત્રા રોડ પર પોલીસ હોય ત્યારે જ તેને તે જગ્યાની માહિતી મળે છે. તેના માટે કોઈ નિશ્ચિત સમયે પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરતા હોય છે. પરંતુ આ ટેક્નોલોજીની મદદથી ગમે ત્યારે ગમે તે ક્ષણે વીઆર બોક્સની મદદથી આખા રૂટ જાણી શકાશે. રથયાત્રા નીકળે તે સમયે કયા ખૂણા કઈ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવો અને કઈ જગ્યાએ રાખવો જરૂરી નથી તે પણ એક સ્કીમ પોલીસી બનાવી શકશે, જેના કારણે ખોટી જગ્યાએ પોલીસ ફોર્સ ન મુકી રાખીને જ્યાં ખરેખર પોલીસ, ફાયર અને ઇમરજન્સી ટીમની મદદ છે ત્યાં મુકી શકાશે. સમગ્ર રૂટનું તૈયાર કરાયેલા મેપિંગના સ્કીનીંગ હાલમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને કરવામાં આવ્યું છે, જેમાં જરૂરી ફેરફાર માટે સૂચન કર્યા છે. જે બાદ ફાઇનલ કર્યા બાદ ગૃહ રાજ્યપ્રધાનને પ્રસ્તુત કરવામાં આવશે.

આ પણ વાંચો

  1. Ahmedabad Crime : વટવામાં જાહેરમાં યુવકની હત્યાનો પ્રયાસ, હુમલાની ઘટનાના સીસીટીવી મળ્યાં
  2. Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું
  3. Ahmedabad News : સુદાનથી પરત લવાયેલા મૂળ ગુજરાતીઓમાંથી 14 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયાં, આ હતું કારણ
Last Updated : May 12, 2023, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details