ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: પીએમ મોદીએ 12 વખત કરી હતી પહિંદ વિધિ, શું છે પહિંદ વિધિ? - પીએમ મોદીએ 12 વખત કરી હતી પહિંદ વિધિ

આજે વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદ મુખ્યપ્રધાને પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શું તમે જાણો છે પહિંદ વિધિ એટલે શું? જાણો ક્યારે શરૂ થઇ હતી આ વિધિ.

ahmedabad-rath-yatra-2023-chief-minister-bhupendra-patel-performed-pahind-ceremony
ahmedabad-rath-yatra-2023-chief-minister-bhupendra-patel-performed-pahind-ceremony

By

Published : Jun 20, 2023, 1:54 PM IST

સીએમ ભુપેન્દ્ર પટેલે બીજી વખત કરી પહિંદ વિધિ

ગાંધીનગર:આજે અષાઢી બીજનો પર્વ છે, ત્યારે ભારત દેશની સૌથી મોટી અને બીજા નંબરની રથયાત્રા તથા ગુજરાતની સૌથી મોટી અમદાવાદની 146મી રથયાત્રા નો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિધિથી પ્રારંભ કરાવ્યો છે ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે વહેલી સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પીરવારજનો સાથે રહીને મંગળા આરતીમાં હાજર રહ્યા હતા.

સીએમ ભુપેન્દ્ર પટેલે સતત બીજી વખત કરી પહિંદ વિધિ:અમદાવાદની 146 મી રથયાત્રાનો પ્રારંભ થઇ ચુક્યો છે, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સવારે 7 વાગ્યે સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પહીંદ વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને ગુજરાત ની સૌથી મોટી અમદાવાદની 146 મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથને મંદિર બહાર ખેંચીને સીએમ ભુપેન્દ્ર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું આજે મને ફરી પૂજા વિધિ કરવાનો મોકો મળ્યો છે હું મારી જાતને ખૂબ સદભાગ્ય સમજુ છું, ભગવાન જગન્નાથજી ગુજરાતમાં સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરું છું, જ્યારે આજે આષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ છે એટલે દેશ વિદેશમાં વસવાટ કરતા તમામ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

શું છે પહિંદ વિધિ?:પહિંદ વિધિ એટલે રથયાત્રા શરૂ થાય એ પહેલાં રાજ્યના પ્રથમ સેવક મુખ્યપ્રધાન સોનાની સાવરણીથી ભગવાનના રસ્તાને સાફ કરે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યપ્રધાન જ ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે ત્યારબાદ પાણી છાંટે છે. રથયાત્રાની આગળ ગજરાજ આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત પહિંદ વિધિ કરવામાં આવી હતી, વર્ષ 2022માં સીએમ કોરોના થી સંક્રમિત હતા, અને બીજી વખત ટેસ્ટ કરાવ્યા નાદ કોવિડ નેગેટિવ આવતા સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની રથયાત્રામાં સતત 12 વખત એટલે કે વર્ષ 2002 થી 2013 સુધી પહિંદ વિધિ કરી હતી. જ્યારે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં પહિંદ વિધિ ને છેરા પહેલા વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

પૂર્વ સીએમ ચીમનભાઈ પટેલે શરૂ કરી હતી પહિંદ વિધિ:ગુજરાતમાં અમદાવાદની રથયાત્રાની પહેલીની વાત કરવામાં આવે તો 1990 માં આ વિધિ શરૂ કરવામાં આવી હતી. જેમાં 1990 માં સ્વ. ચીમનભાઈ પટેલે મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ વિધિ કરી હતી. સ્વ. ચીમનભાઈ પટેલે 4 વર્ષ, છબીલ દાસે 1 વખત, સ્વ.કેશુભાઈ પટેલે 1 વખત, સુરેશ મહેતા 1 વખત, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ એક-એક વખત અને ફરી સ્વ. કેશુભાઈ પટેલે 1998 થી 2001 સુધી સતત 4 વર્ષ સુધી પહિંદ વિધિ કરી હતી. આમ તત્કાલીન સીએમ એન્ડ હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વખત , આનંદીબેન પટેલે એક વખત, વિજય રૂપાણીએ 5 વખત પહિંદ વિધિ કરી છે.

  1. Ahmedabad Rath Yatra 2023: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે બીજી વખત કરી પહિંદવિધિ, કંટ્રોલરૂમમાં જઈ નિહાળી રથયાત્રા
  2. Ahmedabad Rathyatra 2023: 'ડાકોર વાલે આયે.....' ની ધૂન પર ઝૂમી ઉઠી ભજન મંડળી

ABOUT THE AUTHOR

...view details