22 કિલોમીટર લાંબા રૂટમાં 312 ભયજનક મકાનો અમદાવાદ: ભારતની બીજા નંબરની સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 20 જૂનના રોજ નવા શહેરમાં નગરચર્યાએ નીકળશે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભયજનક મકાનનો સર્વે પણ હાથ ધર્મની કામગીરી શરૂ કરવામાં આવી છે. દર વર્ષની જેમ નિયમિત આ કાર્યવાહી રથયાત્રા પહેલાં કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં ચાલતી આ રથયાત્રા ઐતિહાસિક રથયાત્રા ગણવામાં આવે છે. આ અમદાવાદ શહેરમાં અંદાજિત 22 કિલોમીટર જેટલા લાંબા રુટ ઉપર રથયાત્રા પસાર થાય છે. તેવા સમયે આ રથયાત્રામાં અનેક જર્જરીત મકાનો આવેલા છે કે નહિ તેનો સર્વે હાથ ધરવામાં આવે છે. જે મકાન ભયજનક જણાયા છે તે મકાન માલીકોને નોટિસ પાઠવવામાં આવી છે. આગામી સમયમાં રસ્તામાં જે પણ સમસ્યાઓ આવી રહી છે તેને પણ દૂર કરવામાં આવશે...કિરીટ પરમાર (અમદાવાદ શહેરના મેયર )
312 ભયજનક મકાન માલિકને નોટિસ : રથયાત્રા પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તા તેમજ મકાનની તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા મકાનનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ 22 કિલોમીટર લાંબા રૂટમાં 312 જેટલા ભયજનક મકાનો નજર હેઠળ આવ્યા છે. આ મકાન માલિકો ભાડુઆતોને નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે સામાન્ય મકાનોમાં રથયાત્રાના દિવસે તે મકાન પર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં અને તે મકાનની બહાર પોલીસ તહેનાત કરવામાં આવશે.
સૌથી વધુ ભયજનક મકાનો ક્યાં: સર્વે દરમિયાન ભયજનક જણાયેલા 312 મકાનોમાં સૌથી વધુ ખાડિયા વિસ્તારમાં જોવા મળ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા 312 જેટલા ભયજનક મકાનો જાહેર કર્યા છે તેેમાં સૌથી વધુ શહેરના ખાડિયા વિસ્તારમાં 180 જેટલા મકાન નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયાપુરમાં 109, જમાલપુરમાં 10, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 મકાનો ભયજનક જણાતાં તેના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જર્જરિત મકાનોના મકાન માલિકોને મકાન પાડી દેવાની પણ સૂચના આપવામાં આવી છે.
કોટ વિસ્તારમાં જૂના મકાનો: અમદાવાદમાં ઓલ્ડ સિટી ગણાતાં વિસ્તારોમાં સદીઓ જૂના પરંપરાગત શૈલીના હજારો મકાનો સરસપુર, દરિયાપુર, ખમાસા, આસ્ટોડિયા શાહપુર વગેરે વિસ્તાર જ્યાંથી રથયાત્રા પણ પસાપર થતી હોય છે તેવા વિસ્તારોમાં મોટાભાગના રહેવાસીઓ અન્યત્ર સ્થળાંતર કરી ગયાં છે અને તેમના મકાનોમાં ભાડુઆતો છે અથવા તો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખૂબ જૂના સમયના હોવાના કારણે ઘણાં મકાનો ભારે જોખમી હાલતમાં ઊભાં છે. કોટ વિસ્તારમાં લગભગ 3,000 જેવી સંખ્યામાં મકાનો ભયજનક હાલતમાં છે અને તેમાં લોકો જીવના જોખમે રહે છે.
સમારકામ માટે પ્રક્રિયા: યુનેસ્કોએ અમદાવાદની દેશનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરેલું છે તેથી હેરિટેજના નામે પણ યથાવત રાખવામાં આવ્યાં છે. આ કોટ વિસ્તારમાં નાના-મોટા મળીને આશરે બે લાખથી વધુ મકાનો છે જેમાંથી 3000 જેટલા મકાન 50થી 100 વર્ષ જૂના છે. હેરિટેજ સિટી અમદાવાદમાં જો કોઈ મકાન ભયજનક લાગે છે, તો પણ તેમાં રહેનાર વ્યક્તિ સમારકામ કરાવી શકતો નથી. પ્રથમ તેને AMCમાં અરજી આપવી પડે છે અને ત્યાર બાદ જરૂરી કાર્યવાહી કર્યા પછી જ મકાનનું સમારકામ કરવામાં આવે છે. તેવા સંજોગોમાં કેટલાય એવા મકાનો છે, જેમને આ મકાનોને રહેણાંકમાંથી કમર્શિયલ બનાવી દીધા છે.
- Rath Yatra 2023 : ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બેસીને કરશે નગરચર્યા, રથનું કરાયું રિહર્સલ
- Ahmedabad Crime : રથયાત્રા પહેલા ખાખી એક્શનમાં, વહેલી સવારે કોમ્બિંગમાં આટલા ગુનેગાર ઝડપાયા
- Rath Yatra 2023 : રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારો પર નજર રાખવા બનાવી ખાસ એપ્લિકેશન, જાણો કઈ રીતે થશે ભક્તોની સુરક્ષા