અમદાવાદ: દુષ્કર્મ આચરનાર આરોપીને મુંડન કરાવી ઉઠક-બેઠક કરાવી, વિડીયો વાયરલ - આરોપીને મુંડન કરાવી ઉઠક-બેઠક કરાવી
અમદાવાદ: દેશભરમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં એક શ્રમિક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ એક આરોપીને પકડીને ઢોર માર્યો હતો અને આરોપીને માફી મંગાવી ઉઠક-બેઠક કરાવીને જવા દીધો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઇટીવી ભારત આ વીડિઓની પુષ્ટી કરતું નથી.
દુષ્કર્મ આચરનાર આરોપીને મુંડન કરાવી ઉઠક-બેઠક કરાવી
ભોગ બનનાર મહિલાએ જ્યારે પોતાની આપવીતી જણાવી ત્યારે સ્થાનિકોએ આરોપીને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. દુષ્કર્મ ગુજાર્યા વખતના ફોટો અને વીડિયો પણ આરોપીઓએ વાયરલ કરી દીધા છે. આ વીડિયો અને ફોટો વાયરલ થતા જ લોકોએ એક આરોપીને પકડીને માર મારી ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી હતી ઉપરાંત આરોપીના માથાના વાળ ઉતાર મુંડન કરી દીધું હતું. આ વાત જાહેર થયા બાદ મહિલાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. રવિવારે બનેલી ઘટનાની સોમવારે રાત્રે ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલોસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.