અમદાવાદ : સમગ્ર રાજ્યમાં અને દેશની અંદર ચૈત્ર મહિનાની નવરાત્રીને શરૂઆત થઈ છે. તો બીજી બાજુ મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે કે રમજાન મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદનો આવેલા પ્રસિદ્ધ બજાર ઢાલગરવાડમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચી ગયા હતા. આ વર્ષે રમઝાન મહિનાને લઈને ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે.
નવી નવી વેરાયટીની માંગ :વેપારી હંસલા મન્સૂરીએ જણાવ્યું હતું, હાલ અલગ અલગ ફેશનનો ટ્રેડ ચાલી રહ્યો છે. ગ્રાહક દર વર્ષે નવી નવી ડિઝાઈનની માંગ કરતા હોય છે. ત્યારે આ વખતે ઓરેન્જ, ફેક્રિક વધારે માંગી રહ્યા છે. જ્યારે રેડીમેડમાં કચ્છી વર્ક, આલિયા કટ, અને પ્રિન્સેસ કટની વધારે માંગ જોવા મળી રહી છે. કોરોનો બાદ લોકોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી હતી. પરંતુ છેલ્લા 7 મહિના બાદ લોકો ભારે ઉત્સાહ પૂર્વક ખરીદી કરી રહ્યા છે.
5થી 10 ટકાનો વધારો :વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહક હંમેશા સારી વેરાઈટી સારી પ્રોડક્ટ અને સારો ભાવ ધ્યાનમાં રાખતા હોય છે. તેથી અમે ગ્રાહકની માંગને ધ્યાનમાં રાખીને વધારે નફો ન રાખતા ગ્રાહકની સંતોષ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કોરોના બાદ 5થી 10 ટકા વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ બજારમાં હાલ એકંદરે સારી ગ્રાહકી જોવા મળી રહી છે. હજુ રમઝાન મહિનાની શરૂઆત છે આવનારા દિવસોમાં હજુ પણ માંગ વધે તેવી આશાઓ સેવાઈ રહે છે.