અમદાવાદઃઅમદાવાદ શહેરમાં શનિવારે આખો દિવસ ઉઘાડ રહ્યા બાદ સાંજ પડતા જ એકાએક વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા. મુખ્ય રસ્તાઓથી લઈને અનેક સોસાયટીઓ જળમગ્ન બની ગઈ હતી. ગાજવીજ સાથે પડેલા વરસાદે અમદાવાદની પ્રજાને ભીંજવી દીધી હતી. એક જ દિવસમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ થયો હતો. સતત વરસાદને કારણે નવા નીર આવતા વાસણા બેરેજાના દરવાજા 3.5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા હતા. એક કે બે નહીં પણ પૂરા 12 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. કુલ 33660 ક્યુસેક પાણીનો નિકાલ કરાયો હતો.
અંડરપાસ બંધઃ સતત વરસાદને કારણે શહેરના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ મજબુરીવશ કરવો પડ્યો હતો. તંત્રનો પ્રી મોનસુન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો હતો. તમામ વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અટવાયા હતા. તો કેટલાક વિસ્તારમાં લોકોના વાહન ઠપ થઈ ગયા હતા.
જુલાઈમાં સૌથી વધુ વરસાદઃ જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હોત. ટ્રાફિક જામ અને રોડ પર પાણી ભરાતા શહેરે જાણે અલ્પવિરામ લીધો હોય એવા હાલ જોવા મળ્યા હતા. છેલ્લા છ વર્ષમાં એક દિવસનો સૌથી વધારે વરસાદ જુલાઈ મહિનામાં નોંધાયો હતો. એક જ કલાકમાં ધોધમાર વરસાદે સાંજને પાણી પાણી કરી દીધી હતી. જોકે, સતત વરસી રહેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડતા સપાટી ઉપર આવી હતી.
ટ્રાફિક જંક્શન પાણી પાણીઃવરસાદના સતત જોરને કારણે શહેરના મોટાભાગના ટ્રાફિક પોઈન્ટ પર પાણી ભરાઈ ગયા હતા. હેલ્મેટ ચાર રસ્તા પાસે ઢીંચણથી વધારે પાણી ભરાઈ જતા અનેક વાહનો અટવાઈ પડ્યા હતા. મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાને કારણે વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. ચાલું વરસાદે સ્થિત એવી થઈ હતી એક કિમી સુધી પણ સતત વાહન ચલાવી શકાય એમ ન હતું. જોધપુર, સેટેલાઈટ, ઈસ્કોન ચાર રસ્તા, રીંગરોડ, આનંદનગર, પ્રહલાદ નગર, સરખેજ, શ્યામલ ચાર રસ્તા, શિવરંજની, યુનિવર્સિટી રોડ, ગુરૂકુલ, રોડ, બોપલ, પકવાન ચાર રસ્તા જેવા અનેક વિસ્તારોમાં ખૂબ જ મોટો ટ્રાફિક જામ થયો હતો. જ્યારે અખબારનગર અંડરપાસમાં બીઆરટીએસની બસ ફસાઈ ગઈ હતી.
પાણી ઘુસી ગયાઃહાટકેશ્વર, સરસપુર, પાલડી, મેમ્કો, વાસણા, સરખેજ ગામ, મેમનગર, નારણપરા વિસ્તારમાં આવેલા નીચાણવાળા એરિયામાં લોકોના ઘર-દુકાનમાં પાણી ઘુસી ગયા હતા. જ્યારે સરખેજ હાઈવે પર આવેલા કાર તથા ગાડીઓના શૉ રૂમમાં છેક મેઈન હોલ સુધી પાણી ફરી વળ્યા હતા. માણેકચોક, રેવડી બજાર, લાલ દરવાજા-ભદ્રકાલી મંદિર, ઘીકાંટા, ગાંધીરોડ જેવા જૂના એરિયામાં સતત વરસાદથી સ્થિતિ કફોડી બની ગઈ હતી. એક જ કલાક પડેલા વરસાદથી આખું અમદાવાદ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. તો બીજી તરફ તંત્રને સતત પાણી ભરાઈ રહેવાની ફરિયાદ મળી હતી. બોપલમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બોપલ તરફના તમામ રસ્તાઓ નદીના પૂર આવ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે.
- અમદાવાદ અપડેટઃચાર જગ્યાઓ પર સિટી બસ ફસાઈ ગઈ, અસરવા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા
- એલર્ટ સાથે આગાહીઃહવામાન ખાતાએ આગાહી કરી હતી કે, રવિવારથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે, ગુરૂવારથી જોર ઘટશે
- નદીની સપાટી વધીઃવાસણા બેરેજના દરવાજા ખોલા નાંખવામાં આવતા શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીની સપાટી વધી, 128 ફૂટ થઈ
- ફ્લાઈટ મોડી પડીઃસતત વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જતા આઠ જેટલી ફ્લાઈટ મોડી હતી. અમદાવાદ એરપોર્ટમાં અંદર પાણી ઘુસી ગયા હતા. ATC ટાવરમાં પાણી ઘુસી ગયા હતા. એક ફ્લાઈટ વડોદરા રવાના કરાઈ
- આજે શુંઃહવામાન ખાતાના રવિવાર સવારના રીપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરમાં આખો દિવસ વાતાવરણ ભેજવાળું રહેશે, હળવો વરસાદ પડી શકે છે.
- Junagadh Rain News : જૂનાગઢમાં જળતાંડવની તબાહીના દ્રશ્યો, તમામ માર્ગો પર બે ફૂટથી વધુ પાણી, લોકોના અનાજ તણાયું
- Surat News : રેઢિયાળ વહીવટના કારણે કોસંબાના લોકો હેરાન પરેશાન, હેલ્પ સેન્ટર શરૂ કર્યું