ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : ગુજરાતના 87 રેલવે સ્ટેશન અપગ્રેડ કરવાનો નિર્ણય, વર્લ્ડ હેરિટેજ શહેરનું નવલું નજરાણું

અમદાવાદ રેલવે સ્ટેશનને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે. આ નવા રેલવે સ્ટેશનને મોઢેરા સૂર્ય મંદિર પ્રેરિત તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનને બુલેટ ટ્રેન, BRTS અને મેટ્રો સાથે પણ કનેક્ટ કરવામાં આવશે. આ રેલવે સ્ટેશન આગામી 36 મહિના પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મુકવાનો લક્ષ્યાંક મુકવામા આવ્યો છે.

Ahmedabad News : ગુજરાતના 87 રેલવે સ્ટેશન અપગ્રેડ કરવાનો નિર્ણય, વર્લ્ડ હેરિટેજ શહેરનું નવલું નજરાણું
Ahmedabad News : ગુજરાતના 87 રેલવે સ્ટેશન અપગ્રેડ કરવાનો નિર્ણય, વર્લ્ડ હેરિટેજ શહેરનું નવલું નજરાણું

By

Published : Mar 18, 2023, 8:46 AM IST

અમદાવાદનું નવું રેલવે સ્ટેશન જાણો કેવું હશે,

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રેલવેને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા માટે અપગ્રેડ કરવામાં આવી રહી છે, ત્યારે તેની સાથે સાથે દેશના અનેક સ્ટેશનોને રીનોવેશન કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેશન યોજના હેઠળ 1275 જેટલા રેલવે સ્ટેશન અને અપડેટ તેમજ આધુનિકરણ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાંથી 87 જેટલા રેલવે સ્ટેશન અને અપડેટ કરવામાં આવશે.

ગુજરાતના 87 રેલવે સ્ટેશન : રેલવે PRO જીતેન્દ્ર જયંતે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા દેશના રેલવે સ્ટેશન આધુનિક અને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય અને રેલવેમાં પ્રવાસ કરનાર યાત્રીઓને તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ થાય તેવા રેલવે સ્ટેશન આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં દેશમાં 1275 રેલવે સ્ટેશનને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતના 87 રેલવે સ્ટેશન અપગ્રેડ કરવાનો નિર્ણય

મોઢેરા મંદિર થીમ પર તૈયાર થશે : અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ શહેર છે, ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ થીમ પર જ તૈયાર કરવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશન મોઢેરા સૂર્ય મંદિર થીમ પર તૈયાર કરવામાં આવશે. સાથે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઇટ મિનારા તેમજ ઝૂલતા મિનારા સંરક્ષિત સ્મારકોને સ્ટેશનના પરિસરમાં જ રાખવામાં આવશે. સ્ટેશનમાં અડાલજ હેરિટેજ વાવ પ્રેરિત એક ઓપન સ્પેસ એમ્ફી થિયેટર આવનાર પ્રવાસીઓને મનોરંજન પૂરું પડશે.

આ પણ વાંચો :Trains From Himmatnagar : સાબરકાંઠાની વિકાસ ગતિ, હિમતનગર રેલવે સ્ટેશનથી એકસાથે ત્રણ ટ્રેન શરૂ

15 એકરનો કોંકોર્સ પ્લાઝા : અમદાવાદ રેલવે સ્ટેશનને શહેરની બંને બાજુઓની એક ઉત્કર્ષ કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે ટ્રેકની ઉપર 15 એકનો કોંકોર્સ પ્લાઝા અને 7 એકરનો મેઝેનાઇન પ્લાઝા બનાવવા આવશે. આ રેલવે સ્ટેશનના કોંકોર્સ પ્લાઝામાં વેટીંગ એરીયા, શૌચાલય, પીવાનું પાણી, ફીડિંગ રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. એક એલિવેટેડ રોડ નેટવર્ક રોડ સ્ટેશનની ગીચતા ઘટાડવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનને બુલેટ ટ્રેન, મેટ્રો અને BRTS સાથે જોડવામાં આવશે. જેથી પ્રવાસી સરળતાથી અન્ય સુવિધાઓ પણ ઉપયોગ કરી શકે.

આ પણ વાંચો :Rajkot Railway : 11.17 કરોડનો દંડ વસૂલ કર્યો, રેલવેમાં ટિકિટ વગર યાત્રા કરતા પ્રવાસીઓ પાસેથી

અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ : અમદાવાદ રેલવે સ્ટેશનમાં આવેલા ઝૂલતા મિનારા પણ તે જગ્યા રાખવામાં આવે તેવી રીતે નવા રેલવે સ્ટેશનનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનમાં કાર પાર્કિંગ પણ આધુનિક બનાવવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ, સ્કાય વોક, લેન્ડસ્કેપ પ્લાઝા જેવી સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં આગનમ અને પ્રસ્થાન માટે અલગ અલગ પ્લાઝા, સ્ટેશનમાં મોટી સંખ્યા ભીડના થાય તે માટે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવશે. રેલવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પણ તેમની સાથે વિકલાંગ પ્રવાસી પણ આવતા હોય છે. તેવા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને લિફ્ટ તેમજ એસ્કેલેટર લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details