'કેમ છો ટ્રમ્પ': 1 લાખ 10 હજારથી વધુ લોકો આવશે, આશરે 200 કરોડના ખર્ચનો અંદાજ - મોટેરા સ્ટેડિયમ
24-25મી ફેબ્રુઆરી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે, ત્યારે અમદાવાદમાં તેની તડમાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મોટેરા સ્ટેડિયમને સજાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો જોડાવવાના છે, ત્યારે સ્ટેડિયમમાં તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
અમદાવાદઃ શહેરમાં 24-25મી ફેબ્રુઆરી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. જેથી અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ કરશે. ટમ્પના આગમનને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કામે લાગ્યું છે. આ તૈયારીઓના પગલે મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં નવા માર્ગો ફૂટપાથો બની રહ્યા છે. કરોડોના ખર્ચે તૈયારીઓ થઈ રહી છે. જેથી મોટેરા વાસીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના સ્વાગતમાં આશરે રૂપિયા ૨૦૦ કરોડનો ખર્ચ થશે, ત્યારે મોટેરા સ્ટેડિયમની આસપાસના 10 કિ.મી.ના વિસ્તારને કાયાપલટ કરવામાં આવી છે. જેનો અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત કમિશનર વિજય નેહરા અને ઉચ્ચ અધિકારીઓએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઇને સમગ્ર બાબતોનો તાર મેળવ્યો હતો અને દરેક અધિકારીઓને પોતાની જવાબદારીઓ સોંપી હતી.