અમદાવાદ :અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને તેનો વિકાસ પણ સ્માર્ટ તરીકે જ કરવામાં આવતો હોય છે, પરંતુ શહેરમાં 24 કલાક પાણી આપવાની વાત અનેકવાર કરવામાં આવે છે. ફરિયાદ અનુસાર કેટલાક વિસ્તારમાં માત્ર ત્રણથી ચાર કલાક જ પાણી આપવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદના એક એવો વિસ્તાર છે કે જ્યાં પાણી તો મળે છે પરંતુ તે પ્રદૂષિત વાળું છે. જેને લઈને અનેકવાર ફરિયાદો ઉઠી હોય છે, ત્યારે આજની વોટર કમિટીની અંદરમાં પ્રદૂષિત પાણી આવવાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી મધ્યઝોન કેટલાક વિસ્તારોમાં પ્રદુષિત વાળું પાણી આવી રહ્યું છે.
મધ્ય ઝોનમાં પ્રદુષિત પાણી :વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, આજની કમિટીમાં મધ્યઝોનમાં પ્રદૂષિત પાણી આવવાની સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાડિયા વોર્ડમાં ઘણી બધી જગ્યા ઉપર પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. ભાવનપુરા પીઠ, સિટીમિલની ચાલી, કટકીયાવાડ, કાંટોડીયા વાસ પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, જ્યારે પૂર્વ અમરાઈવાડી વિસ્તારમાં ગુલાબનગર, હનુમાનનગર, રબારી કોલોની પાસે પ્રદૂષિત પાણી આવવાની સમસ્યા સામે આવી છે. જેમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઈને પાણી લાઇન સાથે પડે છે. આ તમામ વિસ્તારોની અંદર પ્રદૂષિત પાણી આવતું જોવા મળી રહ્યું છે. જેના સૂચનાઓ આપવામાં આવી છે કે, ડ્રેનેજ અને પાણીની લાઈન બે જુદી થાય તેવું પેકેજ બનાવવામાં આવે જેથી પ્રદૂષિત પાણી આવતું અટકાવી શકાય છે.
આ પણ વાંચો :Dang Rainfall: ચૈત્ર મહિનામાં ચોતરફ પાણી પાણી, આઘાતની જેમ પડ્યો અણધાર્યો મેઘો