- કોરોનાની જાગૃતિ માટે ફરી એક વાર પોલીસનો પ્રયોગ
- જાગૃતિ લાવવા રોડ પર દોરાવ્યા કેટલાક ચિત્રો
- માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવી થીમ પર ચિત્રો દોરાવ્યા
અમદાવાદઃપોલીસ દ્વારાયુનિવર્સિટી વિદ્યાર્થીઓની જાગૃતિ માટે આ કદમ ઉઠાવ્યું હતુ. સ્ટે એટ હોમ, માસ્ક પહેરવું, મેં માસ્ક કા પ્રયોગ કરુગા જેવા ટેગ લાઇન સાથે પેન્ટિંગ દોરાવામાં આવ્યા હતા. જ્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ અને રોડ પર અવરજવર કરનાર લોકોને આ ચિત્ર દ્વારા એક સારો સંદેશો પોલીસ દ્વારા આપવામા આવે છે, ત્યારે અગાઉ પણ આ પ્રકારનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
કચ્છના શિક્ષક દ્વારા ડિજિટલ શાળાથી બાળકોને ઘેરઘેર શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. કારમાં લેપટોપથી સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને મસ્કાના શિક્ષકે ગુજરાતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે. માંડવીના બાગ ગામે સ્થિત હુંદરાઇબાગ પ્રાથમિક શાળામાં પ્રથમવાર આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.