- ચોરી અને ગુનાખોરી ડામવા પોલીસનો નવતર પ્રયોગ
- ચોર લુટેરા પોલીસ લગ્ન પ્રસંગમાં રક્ષણ પૂરું પાડશે
- ખાનગી ડ્રેસમાં પોલીસ મહેમાન બનીને રક્ષણ કરશે
અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાલ લગ્નનો માહોલ(Wedding season) જોરદાર જામ્યો છે. આ સમયે અનેક લોકો પોતાની કિંમતી વસ્તુઓ સાથે લગ્નપ્રસંગમાં પહોંચે છે, એ બધાની વચ્ચેના યજમાન અને મહેમાનની કિંમતી વસ્તુઓ પર ખાસ ટોળકીની નજર હોય છે. આ ટોળકી એમાં ભળી જાય છે અને લોકોનો કીંમતી માલ સામાન લઈને આંખના પલકારામાં પલાયન થઈ જાય છે. પરંતુ આ વખતે અમદાવાદ પોલીસ(Ahmedabad Police) સમય તકેદારી રાખવા ખાસ આયોજન કર્યું છે.
પોલીસ લગ્નપ્રસંગ આયોજતને માર્ગદશન પુરુ પાડશે
અમદાવાદ શહેરના ઝોન-૩ના DCP મકરંદ ચૌહાણે ETV ભારતને જણાવ્યું કે, પોલીસ દ્વારા લગ્ન પાર્ટી પ્લોટ(Wedding party plot), સમાજની વાડી અને એવા ખુલ્લા પ્લોટ કે જ્યાં લગ્નપ્રસંગ યોજાય છે તેની વિગતો મેળવી લીધી છે. લગ્નના પહેલા પોલીસ પરિવારને મળીને તેમને તેમની કિંમતી વસ્તુઓ કઈ રીતે સાચવીને રાખવી, કઈ રીતે અજાણ્યા માણસો પર નજર રાખવી તે અંગે જાણ કરે છે. આ બધાની સાથે આ વખતે લગ્નમાં ખાનગી ડ્રેસમાં પોલીસ(police at wedding) કર્મચારીઓ હાજર રહેશે.
આ ઉપરાંત પાર્ટી પ્લોટ કે આસપાસના વિસ્તારમાં કારના કાચ તોડીને જે ચોરી થવાના બનાવ બને છે તે સંદર્ભે પણ પોલીસની સતત પેટ્રોલિંગ(wedding police patrolling) કરવામાં આવશે. આ અંગે અમે વિવિધ સમાજના લોકો સાથે મિટિંગ કરી તેમને ડેમોસ્ટ્રેશન આપ્યું છે અને કોઈ ગફલત ન રહી જાય તે માટે માહિતગાર કર્યા છે.