ગુજરાત

gujarat

By

Published : Jul 27, 2023, 9:14 AM IST

ETV Bharat / state

Ahmedabad Police: ટ્રાફિક રૂલ્સ તોડ્યા તો ગયા સમજો, આ રૂટ પર રહેશે ચેકિંગનો ધમધમાટ

અમદાવાદ શહેરમાં સતત અને સખત રીતે બની રહેલા અકસ્માતના બનાવને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડ પર આવી છે. જુદા જુદા રૂટ પર ખાસ વૉચ રાખીને બેફામ દોડતા વાહન સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે, પોલીસે હવે સીસીટીવીથી પણ જુદા જુદા વિસ્તારમાં વૉચ રાખવાનું ચાલું કરી દીધું છે.

નો પાર્કિંગમાં વાહન મુક્તા હોવ અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવ તો ચેતી જજો
નો પાર્કિંગમાં વાહન મુક્તા હોવ અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવ તો ચેતી જજો

નો પાર્કિંગમાં વાહન મુક્તા હોવ અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવ તો ચેતી જજો

અમદાવાદ: શહેરના એસજી હાઇવે, સી.જી રોડ અને નારણપુરા વિસ્તારમાં રોડ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા ગુરુવારથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતા વાહનો, રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ કામગીરીમાં જોડાશે અને રોડ રસ્તા ઉપર જે પણ લારી ગલ્લા પાર્લરચાલકોએ દબાણ કર્યું હશે તેને દૂર કરી રસ્તો ક્લિયર કરવાની સાથે જ જે પણ વાહનો નો પાર્કિંગમાં પાર્ક હશે અથવા રોંગ સાઈડમાંથી આવતા હશે તેઓને રોકી દંડની કાર્યવાહી કરવામાં આવશે.

મોટી ઝુંબેશઃઅમદાવાદ શહેર પોલીસ અને શહેર ટ્રાફિક પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. થોડાક દિવસો પહેલા અમરાઈવાડી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરે 13 વર્ષના સગીરને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. તેના થોડાક દિવસો બાદ જ ઇસ્કોન બ્રિજ ઉપર બેફામ રીતે કાર ચલાવી નબીરાએ 9 લોકોને કચડી નાખ્યા હતા. આ બંને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે પણ નબીરાઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેઓને કાયદાનો પાઠ શીખવાડવા માટે પોલીસે ઝુંબેશનું આયોજન કર્યું છે.

"શહેર પોલીસ દ્વારા ગુરુવારથી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે ડ્રાઈવમાં એસજી હાઇવે સીજી રોડ અને નારણપુરા વિસ્તારમાં નો પાર્કિંગ અને રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. નો પાર્કિંગમાં પાર્ક કરેલું વાહન પહેલા લોક કરવામાં આવશે અને વાહન ચાલક છોડાવા નહીં આવે તો તેને ડીટેઈન કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસની સાથે સાથ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ રોડ રસ્તાઓ પર હાજર રહી ગેરકાયદેસર દબાણને દૂર કરશે. આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવશે" -- એન.એન ચૌધરી, JCP, ટ્રાફિક, અમદાવાદ

આ ડ્રાઇવનું આયોજન: શહેર પોલીસ દ્વારા ક્રેન અને બીજા સાધનોની મદદથી આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આગામી દિવસોમાં અલગ પ્રકારની ટ્રાફિક ડ્રાઈવ સતત હાથ ધરી જે પણ વાહન ચાલકો બેફામ રીતે અથવા તો ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકે છે, તેવા વાહનચાલકોને પકડીને માત્ર દંડની નહીં પરંતુ તેનાથી પણ કડક સજા થાય તે માટે શહેરમાં પોલીસ સતત કામ કરશે. અમદાવાદ શહેરમાં અગાઉ ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ દ્વારા અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હવે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ બંને દ્વારા એક જ સાથે એક જ સમય પર ઝુંબેશ હાથ ધરાઈ છે. જેથી કરીને ઇસ્કોન બ્રિજ પરની અકસ્માત જેવી કોઈ પણ ઘટના ભવિષ્યમાં બને.

  1. Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ પૂર્ણ, 5 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર
  2. Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...

ABOUT THE AUTHOR

...view details