પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પોલિસે મજૂરો પર રોફ જમાવ્યો, તપાસના બહાને ઢોર માર માર્યો - Ahmedabad police
અમદાવાદઃ સુરતમાં થયેલી કસ્ટોડીયલ ડેથનો મામલો હજૂ થયો નથી ત્ત્યાં અમદાવાદમાં પૂછપરછ માટે લઇ ગયેલા મજૂરો પર પોલીસે કરેલો અત્યાચાર સામે આવ્યો છે. હત્યાના કેસની તપાસ માટે લઈ જવામાં આવેલા મજૂરોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેમને ગુનો કબુલ ન કરતા ઢોર માર મારી ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવ્યો હતો.
![પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પોલિસે મજૂરો પર રોફ જમાવ્યો, તપાસના બહાને ઢોર માર માર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3560939-thumbnail-3x2-ahmedabad.jpg)
ગત 12 જૂને રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાસેથી બોથડ પદાર્થ વડે માથામાં મારી હત્યા કરાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ દરમિયાન રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ગાર્ડનમાં કામ કરી રહેલા મજૂરોને પોલીસે પૂછપરછ માટે લઈ ગયા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન હત્યા અંગે હજુ સુધી કોઈ કડી ન મળતા પોલીસે પોતાની નિષ્ફળતા સાબિત ન થાય તે માટે મજૂરોને માર મારી ગુનો કબુલ કરાવી રહ્યા હતા, પરંતુ મજૂરોએ ગુનો કર્યો ન હોવાથી કબૂલાત ન કરતા પોલીસે મજૂરોને ઢોર માર માર્યો હતો અને ઇલેક્ટ્રિક કરંટ પણ આપ્યો હતો.