અમદાવાદ પોલીસે અમદાવાદમાં વધતાં ચોરીઓના બનાવોને અટકાવવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ સ્કવૉર્ડ બનાવી હતી. પોલીસ કર્મચારીઓની જુદી-જુદી ટીમો બનાવી વટવા પોલીસ સ્ટેશન, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઈસનપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી CCTV ફૂટેજના આધારે ચોરીમાં વપરાતી ફોરવ્હીલ કારની ઓળખ કરી હતી. તપાસ કરતાં કાર સુરત શહેરમાં રજિસ્ટર થયેલી હોવાનું બહાર આવ્યું હતું.
આ કારની તપાસ હાથ ધરતાં આ કાર સેવરોલેટ સ્પાર્ક સુરતથી અમદાવાદ ટ્રાન્સફર થઈ હોવાનું, તેમજ કાર ખરીદનાર ગુનાહિત વ્યક્તિ હોવાની માહિતી મળી. જેના આધારે પોલીસ ઘરફોડીયા સુધી પહોંચી હતી.