ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Police: પોલીસનો નવતર પ્રયોગ, વ્યાજખોરની ફરિયાદ માટે અપનાવ્યો અનોખો રસ્તો - અમદાવાદ પોલીસ સ્ટેશનો

અમદાવાદ પોલીસની નવી (Ahmedabad police initiatives) પહેલ કરી છે. જો તમે વ્યાજખોરોથી પરેશાન છો તો તમે પોલીસની સામે આવ્યા વગર તમે ફરિયાદ કરી શકો છો. અમદાવાદ પોલીસની આ અનોખી અને મદદગાર પહેલથી થશે ઘણા લોકોને મદદ.

Ahmedabad Police: અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, વ્યાજખોરની ફરિયાદ પોલીસ સમક્ષ જવાની હવે જરૂર નહી આપ્યો આ ઉકેલ
Ahmedabad Police: અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, વ્યાજખોરની ફરિયાદ પોલીસ સમક્ષ જવાની હવે જરૂર નહી આપ્યો આ ઉકેલ

By

Published : Jan 23, 2023, 11:06 AM IST

Updated : Jan 23, 2023, 11:26 AM IST

અમદાવાદ:જો તમને કોઈ વ્યાજખોર હેરાન કરતું હોય, ધમકીઓ આપતું હોય અને વ્યાજે લીધેલા પૈસા કરતાં વધુ રકમ ચૂકવી દીધા છતાં પણ હેરાન કરતા હોય અને તે વ્યાજખોર પોલીસ હોય અથવા તો રાજકારણી હોય કે પછી માથાભારે શખ્સ હોય. તમે તેની ફરિયાદ પોલીસ સમક્ષ કરવાથી ડરતા હોવ તો હવે તમારે ડરવાની જરૂર નથી. કારણ કે હવે તમે પોલીસની સમક્ષ રૂબરૂ હાજર થયા વિના પણ વ્યાજખોર સામે ફરિયાદ કરી શકો છો.

Ahmedabad Police: અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, વ્યાજખોરની ફરિયાદ પોલીસ સમક્ષ જવાની હવે જરૂર નહી આપ્યો આ ઉકેલ

વ્યાજખોરો વિરૂદ્ધ ઝુંબેશ:અમદાવાદ સહિત રાજ્યભરમાં વ્યાજખોરો વિરૂદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો પોલીસનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા હવે દરેક પોલીસ મથકમાં વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. આ ફરિયાદ પેટીમાં લોકો પોતાની વ્યાજખોરોની ફરિયાદ નાખી શકશે.

આ પણ વાંચો Ahmedabad usurer : વ્યાજખોરી કરતા પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પુત્રની કરાઈ ધરપકડ

ફરિયાદનો નિકાલ કરશે:આ પેટી એસીપી કક્ષાના અધિકારી ખોલશે અને ફરિયાદનો નિકાલ કરશે. મહત્વનું છે કે ઘણા લોકો પોલીસને વ્યાજખોરોનાં નામ આપતા ડરતા હોય છે અથવા તો પોલીસની જ વ્યાજખોરોના સંડોવણી હોવાથી અનેક લોકો પોલીસ સમક્ષ જઇને પોતાની ફરિયાદ આપી શકતા નથી જેને લઇને અમદાવાદ પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Vadodara Crime : મંજુસરના વેપારીની વ્યાજખોર દ્વારા સતામણી, 5 લાખ સામે વ્યાજખોર પિતાપુત્રએ પડાવ્યાં 36 લાખ છતાં માગણી ચાલુ

અભિગમથી લોકો પણ ખુશ:જોકે પોલીસના આ અભિગમથી લોકો પણ ખુશ છે. કારણ કે અનેકવાર રાજકોટ તેમજ પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાથી ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સમક્ષ જતા ડરતો હોય છે. તેવામાં પોલીસ સામે હાજર થયા વિના જ ભોગ બનનાર પોતાની ફરિયાદ કરી શકશે. પોલીસ દ્વારા નામ વગરની અરજીઓ અંગે પણ ત્વરિત પગલા લઈને કાર્યવાહી કરવામાં આવશે.

અરજીઓના પગલે:આ અંગે અમદાવાદ શહેરના સેક્ટર વન સંયુક્ત પોલીસ કમિશનર નીરજકુમાર બળ ગુજરે જણાવ્યું હતું કે વ્યાજખોર ની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ પેટી અલગ અલગ જગ્યાઓ પર મૂકવામાં આવી છે જેમાં આવેલી ફરિયાદો અને અરજીઓના પગલે તરત કાર્યવાહી કરીને વ્યાજખોર ની સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવશે.

Last Updated : Jan 23, 2023, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details