ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Police: દરિયાપુર પોલીસે દાખવી સક્રિયતા, ટ્રેસ કરી શોધેલા આટલા બધા મોબાઇલ ફોન પરત સોંપ્યાં - દરિયાપુર પોલીસ

અમદાવાદ પોલીસની જે સક્રિયતાની વાત કરવા જઇ રહ્યાં છીએ તે જાણીને તમને પણ આનંદ થશે. મોબાઇલ ફોન ખોવાયાની અરજી માત્ર કરનારા 16 નાગરિકને તેમના મોબાઇલ ફોન પરત મળી ગયાં છે. સમગ્ર વાત શું છે તે જૂઓ.

Ahmedabad Police : દરિયાપુર પોલીસે દાખવી સક્રિયતા, ટ્રેસ કરી શોધેલા આટલા બધા મોબાઇલ ફોન પરત સોંપ્યાં
Ahmedabad Police : દરિયાપુર પોલીસે દાખવી સક્રિયતા, ટ્રેસ કરી શોધેલા આટલા બધા મોબાઇલ ફોન પરત સોંપ્યાં

By

Published : Mar 22, 2023, 7:44 PM IST

માત્ર અરજીઓના આધારે પરત કરાયા ફોન

અમદાવાદ: જો તમે બજારમાં ખરીદી માટે ગયા હોવ અથવા તો કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોય તે સમયે તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા તો ચોરાઈ જાય તો તે ફોન પરત મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અથવા તો ઘરે બેઠા e-FIR, FIR કરવાની જરૂર પડતી હોય છે, જે બાદ પણ પોલીસ સ્ટેશન ધક્કા ખાવાની ફરજ પડતી હોય છે. તેવામાં જો મોબાઈલ ખોવાયાની અથવા તો ચોરાયાની માત્ર અરજીના આધારે જ તમારો ખોવાયેલો મોબાઈલ પરત મળી જાય તો? આવું જ કંઈક શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.

Ahmedabad Police: દરિયાપુર પોલીસે દાખવી સક્રિયતા, ટ્રેસ કરી શોધેલા આટલા બધા મોબાઇલ ફોન પરત સોંપ્યાં

16 અરજદારને ધક્કા મટ્યાં:અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોબાઈલ ખોવાઈ જવા અંગે અલગ અલગ અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. જેના આધારે દરિયાપુર પોલીસે 16 જેટલા અરજદારના મોબાઈલ ફોન ઉપરથી ટ્રેસ કરીને મેળવી લીધા હતા. તે મોબાઈલ ફોન મૂળ માલિકને માત્ર અરજીઓના આધારે પરત કરવામાં આવ્યા છે. જેથી કરીને મોબાઈલના માલિકને પોલીસ સ્ટેશનના ધક્કા અને હેરાનગતિ થતી અટકી છે.

Ahmedabad Police: દરિયાપુર પોલીસે દાખવી સક્રિયતા, ટ્રેસ કરી શોધેલા આટલા બધા મોબાઇલ ફોન પરત સોંપ્યાં

આ પણ વાંચો Ahmedabad Cyber Crime : 200થી વધુ ફોન આઈએમઈઆઈ નંબર બદલનાર આરોપીએ કર્યા ખુલાસા

અરજદારોને રાહત મળી :મહત્વનું છે કે ભીડભાળવાળી જગ્યા ઉપર જેમકે શાક માર્કેટ અને ધાર્મિક સ્થળો અને બજારમાં શહેરીજનો જાય ત્યારે નજર ચૂકવીને અથવા તો યેનકેન પ્રકારે મોબાઈલ ફોનની ચોરીની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે. ત્યારે દરિયાપુર પોલીસના આ પ્રયાસથી અરજદારોને ઘણી રાહત મળી છે અને મોબાઈલ ફોનના માલિકોએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Ahmedabad Police: દરિયાપુર પોલીસે દાખવી સક્રિયતા, ટ્રેસ કરી શોધેલા આટલા બધા મોબાઇલ ફોન પરત સોંપ્યાં

ખાસ પોઇન્ટ મૂકાશે:અમદાવાદમાં કાલુપુર ચોખા બજાર તેમજ કાલુપુર શાકમાર્કેટ સહિતના ખરીદી બજારમાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય છે, ત્યારે ભીડભાડવાળી જગ્યા ઉપર મોબાઈલ ચોરી જેવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ પોઇન્ટ મૂકીને બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Ahmedabad Police: દરિયાપુર પોલીસે દાખવી સક્રિયતા, ટ્રેસ કરી શોધેલા આટલા બધા મોબાઇલ ફોન પરત સોંપ્યાં

આ પણ વાંચો અજાણી યુવતીનો ફોન આવતાં જ અમદાવાદનો વેપારી લલચાયો ને હનીટ્રેપમાં ગુમાવ્યા 2.69 કરોડ

ફોન ટ્રેસ કરીને પરત આપ્યા:આ અંગે એફ ડિવિઝનના ACP પી. પી. પીરોજીયાએ જણાવ્યું હતું કે મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા તો ચોરાઈ જાય તેવા કિસ્સામાં માલિકોને અનેક હાલાકીનો સામનો કરવો પડે છે, અને પોલીસે મૂળ માલિકોને માત્ર અરજીના આધારે તેઓના ખોવાયેલા મોબાઇલ ફોન ટ્રેસ કરીને પરત આપ્યા છે.

મોટી અપીલ કરીઃશહેરીજનોને વિનંતી કરવામાં આવે છે કે કોઈપણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના મોબાઈલ ફોનનું ધ્યાન રાખે. શહેર પોલીસ દ્વારા પણ અલગ અલગ જગ્યા ઉપર તેમજ ભીડભાળવાળી જગ્યા ઉપર આ પ્રકારના ગુના અટકાવવા ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details