ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: એલર્ટ બાદ શહેરમાં ચેકપોઈન્ટ પર રાયફલ સાથે પોલીસ તૈનાત - અમદાવાદમાં પોલીસ એલર્ટ

25મી મેના રોજ ગુપ્તચર એજન્સીઓએ મેસેજ ટ્રેસ કર્યો હતો. જેમાં ‘ઐસી તબાહી મચાયેંગે કી હિન્દુસ્તાન હિલ જાયેગા’નો મેસેજ મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હાઈએલર્ટ આપી ચેકપોસ્ટ પર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને રાયફલ સાથે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jun 6, 2020, 12:05 PM IST

અમદાવાદઃ શહેર અગાઉ આતંકી હુમલાનો સામનો કરી ચૂક્યું છે, ત્યારે હવે ફરીથી આતંકી હુમલા અંગેનું એલર્ટ મળતાં શહેરની અંદર અને બહાર ચેકપોસ્ટ બનાવી કડક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. રથયાત્રા પણ નજીક આવી રહી છે, ત્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં બનાવેલા ચેકપોસ્ટ પર રાયફલ સાથે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

શહેરમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, SOG દ્વારા પણ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ ચેકીંગ વધારવામાં આવ્યું છે. અને ખાસ તો સરહદી વિસ્તારોમાં વધુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 25મી મેના રોજ ગુપ્તચર એજન્સીઓએ મેસેજ ટ્રેસ કર્યો હતો. જેમાં ‘એસી તબાહી મચાયેગે કી હિન્દુસ્તાન હિલ જાયેગા’ મેસેજ મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હાઈએલર્ટ આપી ચેકપોસ્ટ પર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને રાયફલ સાથે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details