ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Police: જિલ્લા SPએ તમામ પોલીસકર્મીને હેલ્મેટ આપવા નિર્ણય કર્યો - undefined

અમદાવાદ જિલ્લાના 1850 પોલીસ, હોમગાર્ડ અને GRD જવાનોની સુરક્ષા માટે એક સરસ પગલું લેવામાં આવ્યું છે. જેના કારણે અકાળે મૃત્યુ પામતા પોલીસ અધિકારીઓને પણ સુરક્ષા મળી રહેશે. ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ વિભાગ તરફથી આ પગલું લેવામાં આવ્યું છે.

Ahmedabad Police: હવે માત્ર પ્રજા નહીં પોલીસ પણ હેલમેટ પહેરશે, વિભાગે લીધો મહત્ત્વનો નિર્ણય
Ahmedabad Police: હવે માત્ર પ્રજા નહીં પોલીસ પણ હેલમેટ પહેરશે, વિભાગે લીધો મહત્ત્વનો નિર્ણય

By

Published : Jul 4, 2023, 4:54 PM IST

Updated : Jul 4, 2023, 5:48 PM IST

અમદાવાદઃકોઈ પણ અકસ્માતમાં કોઈ વ્યક્તિ જીવ ગુમાવે ત્યારે તેનું પરિણામ સમગ્ર પરિવારનો ભોગવવું પડે છે. ઘણીવાર વાહન ચાલક પોતાના વાંકે અથવા સામે વાળાના વાંકે અકસ્માતનો શિકાર બને છે. જોકે, અકસ્માત ટાળવા માટે ટ્રાફિકના નિયમો પાળવા ખૂબ જરૂરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું એક મહિના પહેલા અકસ્માતમાં મોત નિપજ્યું છે. જેને ધ્યાને લઈ પોલીસ વિભાગે અગત્યનો નિર્ણય કર્યો છે.

પોલીસકર્મી માટે નિર્ણયઃઅમદાવાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓને હેલ્મેટ આપવાનો નિર્ણય લીધો છે. હંસાબા અજીતસિંહ ચાવડા નામનાં ASI નું ખોરા ગામના પાટીયા પાસે સ્વસ્તિક હાઈસ્કૂલની સામે અકસ્માત થયુ હતું. જેમા તેઓ એક્ટીવા લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે એસ.ટી બસની ટક્કર વાગતા તેઓ નીચે પટકાટા માથે ટાયર ફરી વળતા તેઓનું મોત નિપજ્યું હતું.

મોટો અભિગમ અપનાવ્યોઃ જે ઘટના બાદ જિલ્લા પોલીસ વડા અમિતકુમાર વસાવાએ મહત્વનો અભિગમ અપનાવ્યો છે. અમદાવાદ જિલ્લાના તમામ પોલીસ મથકમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોને હેલ્મેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ પોલીસ મથકમાં અંદાજે 1300 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવે છે. નગરજનોની રક્ષા કરતી પોલીસની પણ રક્ષા ખૂબ જરૂરી છે.

આ સાથે જ જિલ્લા પોલીસ દ્વારા પોતે અને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખવા માટે હેલ્મેટ પહેરીશું. તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. આ અંગે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં અમદાવાદ જિલ્લા એસ.પી અમીતકુમાર વસાવાએ જણાવ્યું હતું કે, સાણંદ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત થતા જિલ્લાના તમામ પોલીસ જવાનોને હેલ્મેટ આપવાનો નિર્ણય લેવાયો છે, 1850 જેટલા હેલ્મેટનું ગૃહરાજ્ય મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવશે અને સાથે જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતે અને પોતાના પરિવારનો હેલ્મેટ પહેરીને જ ટુ વ્હીલર ચલાવશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે.---એસ.પી અમીતકુમાર વસાવા (અમદાવાદ જિલ્લા)

પોલીસ માટે સુરક્ષાકવચઃ અમદાવાદ જિલ્લા પોલીસ વડા દ્વારા સારી ક્વોલીટી અને ISI માર્કાવાળા 1850 જેટલા હેલ્મેટ લેવાયા છે, જે હેલ્મેટ જિલ્લાના તમામ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને આપવામાં આવશે. તારીખ 6 જુલાઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. જેમાં એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે રેલીનું ગૃહરાજ્ય મંત્રી ફ્લેગ ઓફ કરાવશે.

  1. Delhi News: પાકિસ્તાનથી મહિલા બાળકો સાથે બોયફ્રેન્ડને મળવા નોઈડા પહોંચી, પોલીસે શોધી કાઢી, જાસૂસીની શક્યતા
  2. Ahmedabad Crime News : BSF અને NCBના સંયુક્ત ઓપરેશનથી બાડમેર સીમા પાસેથી 55 કરોડની કિંમતનું હેરોઇન ઝડપ્યું
Last Updated : Jul 4, 2023, 5:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details