- પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હોસ્પિટલમાં દાખલ
- ફેફસામાં ઇન્ફેક્શન થતાં કરાયા દાખલ
- હાલ તબિયત સારી, ટૂંક સમયમાં અપાશે રજા
અમદાવાદ: શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની તબિયત ખરાબ હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરને તાવ આવ્યા પછી ફેફસાનું ઇન્ફેક્શન થયું હોવાથી દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત હમણાં સારી છે.
પોલીસ કમિશનર કે. ડી. હોસ્પિટલમાં દાખલ
હાલ કોરોના વાઇરસનું સંક્રમણ ચાલી રહ્યું છે. તેવામાં પોલીસ કમિશનરની તબિયત બગડતાં એક તબક્કે તો લોકોમાં એવી જ ચર્ચા ચાલી રહી હતી કે, પોલીસ કમિશનરને કોરોના થયો છે. પરંતુ હકીકતમાં તેમને તાવ આવ્યો હતો અને બાદમાં ફેફસાનું ઇન્ફેક્શન થયું હતું. જેથી તેમને સારવાર માટે કે. ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત પણ સુધારા પર છે.