ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Police : પોલીસ કમિશનર જી એસ મલિકે રિવરફ્રન્ટ પર ક્રાઇમ ડિટેક્શન અંગે આપ્યું મોટું નિવેદન - ક્રાઇમ ડિટેક્શન

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલ નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો અને ફાયરિંગની ઘટનાની વાત સામે આવી હતી. મામલાની તપાસ કરતાં અમદાવાદ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યાં હતાં. શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે ઘટનાસ્થળની વિઝિટ કરી હતી ત્યારે માધ્યમોના સવાલોના જવાબમાં ગુના નિવારણ માટે પોલીસની કામગીરી સંતોષકારક જણાવી હતી.

Ahmedabad Police : પોલીસ કમિશનર જી એસ મલિકે રિવરફ્રન્ટ પર ક્રાઇમ ડિટેક્શન અંગે આપ્યું મોટું નિવેદન
Ahmedabad Police : પોલીસ કમિશનર જી એસ મલિકે રિવરફ્રન્ટ પર ક્રાઇમ ડિટેક્શન અંગે આપ્યું મોટું નિવેદન

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 8:39 PM IST

ઘટનાસ્થળની વિઝિટ

અમદાવાદ : અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફાયરિંગમાં થયેલ હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હત્યાની આ સનસની ઘટનાની તપાસમાં સ્મિત ગોહિલ નામના યુવકના ડેડબોડી સંદર્ભે એક આરોપીની ધરપકડ કરી હતી. હત્યા અંગે વધુ પૂછપરછ કરતાં યશ રાઠોડે સમગ ઘટના પરથી પરદો ઉંચકતા પોલીસને હકીકત જણાવી હતી. ત્યારે અમદાવાદ શહેરની આ સનસનીખેજ હત્યા અને આત્મહત્યાના સંદર્ભે શહેર પોલીસ કમિશનરે રિવરફ્રન્ટ પર આપઘાત સ્થળે મુલાકાત લીધી હતી. રિવરફ્રન્ટ પર સ્થળ મુલાકાત બાદ પોલીસ કમિશનરે સમગ્ર ઘટનાને લઇ નિવેદન આપ્યું હતું.

અમદાવાદમાં 24 કલાકમાં 3 હત્યા અને ક્રાઈમ કેપિટલના સમાચાર સામે આવ્યા છે. જેમાં રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નહીં પણ આત્મહત્યા છે. હત્યા અને આત્મહત્યાની આ ઘટનામાં સ્મિત ગોહિલ અને અન્ય એક આરોપીએ વિરમગામમાં પોતાના મિત્રની પૈસાની લેતીદેતી મામલે હત્યા કરી હતી અને બાદમાં પોલીસ તપાસમાં પોતે પકડાઈ જવાના ડરે સ્મિત ગોહિલે પણ રિવરફ્રન્ટ પર આવીને આપઘાત કર્યો હતો...જી.એસ.મલિક ( પોલીસ કમિશનર અમદાવાદ શહેર )

હત્યાના ત્રણેય કેસ ઉકેલાયાં : શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં બનેલ ત્રણ હત્યાના કેસમાંથી આ સિવાયના અન્ય બે કેસ પણ ઉકેલાયા છે. અમદાવાદના શાહપુર અને વટવામાં થયેલ મર્ડર પણ ડિટેકટ થઈ ગયા છે. જોકે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે અમદાવાદમાં વધી રહેલા ગુનાખોરીના ગ્રાફ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે શહેરમાં ગુના 2-5 ટકા વધે કે ઘટે એમાં બેઉ ફેર પડવાનો નથી, પરંતુ મહત્વની વાત એ છે કે ગુનો બન્યા બાદ પોલીસ ચોપડે ગુનો નોંધાય છે અને પોલીસ તપાસ બાદ ગુન્હાની ભેદ પણ ઉકેલાઈ જાય છે. બીજી તરફ વાહન ચેકીંગ બાબતે અગાઉ પોલીસ વિરૂદ્ધ અનેક આક્ષેપ થયા છે, પરંતુ પોલીસ દ્વારા દરેક વાહનને ચેક કરી શકાય નહીં, પોલીસની પણ એક મર્યાદા હોય છે.

રિવરફ્રન્ટનાસીસીટીવી બંધ હોવાનું સ્વીકાર્યું : પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે પહેલા 10 મહિનામાં અમદાવાદમાં 97 ગુના નોંધાયા છે, જે તમામ શોધાયા છે. વધુમાં ગુનાખોરી કાબૂ હેઠળ હોવાનું પણ સીપીએ નિવેદન આપ્યું હતું. જ્યારે હવેથી રિવરફ્રન્ટ પણ થઈ રહેલી ગુનાઇત પ્રવૃત્તિઓને રોકવા રિવરફ્રન્ટ પર સીસીટીવી લગાવવા હવે અમે લખીશું અને નવીન પોલીસ ચોકી બનાવવા માટેની પણ પ્રક્રિયા ચાલુ છે. હાલ ટેક્નિકલ મેઇન્ટેનન્સના કારણે અમુક કેમેરા બંધ છે જેને ચાલુ કરાવવાની કામગીરી ચાલુ છે.

  1. Ahmedabad Crime News: 20 વર્ષથી ફરાર એવા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી કરી ધરપકડ
  2. Ahmedabad Crime : અમદાવાદના રિવરફ્રન્ટ પર આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, જાણો સમગ્ર મામલો...
  3. Ahmedabad News: રિવરફ્રન્ટ પર મિત્ર સાથે બેઠેલી સગીરાના ફોટો પાડનાર યુવકની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details