અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે અને સિંધુ ભવન રોડ પર વિવિધ 8 ચોરી કરનાર ચોર ઝડપાયા - વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન
અમદાવાદ: શહેરના એસ.જી. હાઈવે અને સીન્ધુભવન રોડ પર પોતાની ગાડીમાં આવી અન્ય ગાડીના કાચ તોડી રોકડ રકમની ચોરી કરનાર 2 ચોર ઝડપાયા છે. બંને ચોરે અત્યાર સુધી એસ.જી.હાઈવે અને સિંધુ ભવન રોડ પર 8 જેટલી ચોરીઓને અંજામ આપેલ છે. બંનેની હાલ ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે અને સિંધુ ભવન રોડ પર વિવિધ 8 ચોરી કરનાર ચોર ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4961302-thumbnail-3x2-ahm.jpg)
અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે અને સિંધુ ભવન રોડ પર વિવિધ ૮ ચોરી કરનાર ચોર ઝડપાયા
વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે નિર્મલ ઉર્ફે મંગલ અને મોહમ્મદ યાકુબ નામના ૨ શખ્સની વડોદરાથી ધરપકડ કરી છે. બંને શખ્સ મૂળ વડોદરાના રહેવાસી છે. બંને શખ્સની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને જણાએ વડોદરાથી અમદાવાદ પોતાની કારમાં આવતા હતા અને તે બાદ અમદાવાદના એસ.જી.હાઈવે અને સિંધુ ભવન રોડ પર પાર્ક કરેલી કારમાં રોકડ કે કોઈ ચીઝ વસ્તુ દેખાય તો પોતાની પાસેના ગીલોળ વડે કારનો કાચ તોડી દેતા અને વધેલા કાચને ડીસમીસ વડે તોડી કારમાં પડેલ રોકડ તથા કીમતી વસ્તુઓ લઈને પોતાની ગાડીમાં બેસી નાસી જતા હતા.
અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે અને સિંધુ ભવન રોડ પર વિવિધ ૮ ચોરી કરનાર ચોર ઝડપાયા