અમદાવાદ: ઝોમેટો બાદ બિગ બાસ્કેટના ડિલિવરી બોય દ્વારા યુવતીની છેડતી - બીગ બાસ્કેટનો કર્મચારીની છેડતી
અમદાવાદ: શહેરમાં અગાઉ ઝોમેટોના ડિલિવરી બોય દ્વારા PGમાં યુવતીને બીભત્સ અડપલાં કરીને છેડતી કરાઇ હતી, જે બાદ હવે બીગ બાસ્કેટનો કર્મચારી છેડતીના કેસમાં ઝડપાયો છે. નોંધનીય છે કે એક મહિલા ડૉકટર સાથે છેડતી કરી આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસે અંકિત સોની નામના આરોપીની ધરપકડ કરી છે, વસ્ત્રાપુર પોલીસ અને SHE ટીમે ઝડપેલા આરોપી પર આરોપ છે કે આરોપી રવિવારે સવારે એનએફડી સર્કલથી જજીસ બંગલો રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર મહિલા ડૉકટર સવારે 6.30 વાગ્યે સાયકલિંગ કરતા જઈ રહ્યા હતા, ત્યારે આરોપી મહિલા ડૉકટર સાથે છેડતી કરી ફરાર થઈ ગયો હતો અને જેથી મહિલા ડૉકટર સાયકલ પરથી પડી ગયા અને પોલીસને જાણ કરી હતી જે બાદ ડી.સી.પી સહિત અન્ય પોલીસ કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસ શરુ કરતા પોલીસને એક સી.સી.ટી.વી ફુટેજ મળી આવ્યા હતા અને જેમાં એક એક્ટિવા પર એક શખ્સ જતો દેખાઈ આવતો હતો અને એકટિવા પર કોઈ બેગ લટકી હતી તેવું નજર આવી રહ્યુ હતુ. પોલીસ અને શી ટીમે બે દિવસ અને રાતની મહેનત બાદ તપાસ કરી આરોપી સુધી પહોંચી ગઈ હતી.