ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : લૂંટનું નાટક કરી દિલ્હી પહોંચવા માગતો નકલી NIA અધિકારી ઝડપાયો - Ahmedabad Police arrested Fake NIA official

અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસે નકલી NIA અધિકારીની ધરપકડ કરી હતી. આ આરોપીએ લૂંટનું નાટક કરી પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી હતી. જોકે, પોલીસે આ નકલી અધિકારીએ અસલી પાઠ ભણાવતા હવે આરોપી જેલભેગો થઈ ગયો છે.

Ahmedabad Crime: લૂંટનું કાવતરું રચી દિલ્હી પહોંચવા માગતો નકલી NIA અધિકારી ઝડપાયો, પોલીસે કર્યો સીધો
Ahmedabad Crime: લૂંટનું કાવતરું રચી દિલ્હી પહોંચવા માગતો નકલી NIA અધિકારી ઝડપાયો, પોલીસે કર્યો સીધો

By

Published : Feb 6, 2023, 5:21 PM IST

આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરી

અમદાવાદઃઅત્યારના ગુનેગારો કેટલા ભેજાબાજ હોય છે તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું અમદાવાદમાં. શહેર પોલીસને હેરાન કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરી પોલીસની જ મદદથી મફતમાં દિલ્હી જવા યુવકે NIAના અધિકારીની ઓળખ આપી હતી. એટલું જ નહીં, તે પોતે લૂંટાયો હોવાનું નાટક કર્યું હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચોMahisagar Crime નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીને અસલી પોલીસે ચખાડી મજા

પોલીસે આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠઃ જોકે પહેલા તો લૂંટની થિઅરી પર પોલીસે તપાસ કરી પણ એરપોર્ટ પર પોલીસ ફ્લાઈટના ટાઈમ અને સીસીટીવી તપાસ્યા ત્યારે કોઈ પૂરાવા મળ્યા નહતા. એટલે જ આ યુવક પર પોલીસને શંકા ગઈ અને નકલી અધિકારી બનેલા ગઠિયાનો ભાંડો ફૂટી ગયો, જે બાદ પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

આરોપીએ પોતાની સાથે લૂંટ થઈ હોવાની ખોટી માહિતી આપીઃમળતી માહિતી અનુસાર, મૂળ આંધ્રપ્રદેશના અને હાલ દિલ્હીના રહેતા સુધીર બોરાડાએ શનિવારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જઈ લુંટ થઈ હોવાની ફરિયાદ કરવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. સુધીર નામના યુવકે પોલીસને એવી હકીકત જણાવી હતી કે, તે એરપોર્ટ પર ઉતર્યો બાદમાં તેને કેબવાળાની સાથે આવેલા કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો.

પોલીસ સમક્ષ આરોપીએ કરી કબૂલાતઃ જોકે, પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઈ સીસીટીવી ફુટેજ કે અન્ય પૂરાવા ન મળતા પોલીસ એરપોર્ટ પર પહોંચી હતી, જ્યાં ફ્લાઈટના ટાઇમ અને આ આરોપીની હાજરી બાબતે તપાસ કરતા હકીકત જણાઈ નહતી. યુવક જે વાત કરતો હતો. તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા આ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી.

આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરીઃઆરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરી પોતે ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર આવ્યો અને G20માં દ્વિભાસિયા તરીકે આવ્યો હોવાનું જણાવ્યું હતું. બહાર રોડ ઉપર આવીને ટેક્સીમાં બેઠો ત્યારે ટેક્સી ડ્રાઈવર અને ત્રણ લોકોએ સાથે મળીને તેને માર મારીને તેની બેગ અને આઈફોન તેમ જ પૈસાની લુંટ કરીને ભાગી ગયા હતા. આરોપી પોતે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં વર્ષ 2013થી 2017 દરમિયાન હેડ કમેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો તેવી પણ વાર્તા કરી હતી. પોલીસે આરોપી સામે નકલી અધિકારી તરીકેની ઓળખ આપી અને ખોટી લૂંટની ઘટનાનો મેસેજ કરવા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોપોલીસ બનીને રોફ જમાવવાનો શોખ પડ્યો મોંઘો

પોલીસે કરી કાર્યવાહીઃ પોલીસે ઓનલાઈન સોફ્ટવેરમાં આ શખ્સની તપાસ કરતા તે તમિલનાડુ ખાતે આવેલા પેરૂગુડી પોલીસ સ્ટેશને છેતરપિંડીના ગુનામાં અગાઉ પકડાયેલો હોવાનું પણ સામે આવ્યું હતું, જેથી આ મામલે એરપોર્ટ પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે જી ડિવિઝનના એસીપી વી. એન. યાદવે જણાવ્યું હતું કે, હાલ આરોપીને ઝડપીને તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details