અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂ સાથે 5 આરોપીની કરી ધરપકડ - gujaratinews
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ મોટી સંખ્યામાં દારૂ ઝડપયા છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. કણભા પોલીસે 430 ઈંગ્લીશની દારૂ પેટી સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે 430 દારૂની પેટી સાથે 5 આરોપીની ધરપકડ કરી
અમદાવાદ શહેરની કણભા પોલીસે બાતમીના આધારે G.I.D.Cમાં આવેલા શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને 3 ગાડીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 430 પેટી મળી આવી હતી. જેની કિંમત 19,50,600 અને 17,00,000ની ગાડી, 5 મોબાઈલ ફોન મળી કુલ 38,07,100ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે 5 આરોપીઓ પ્રદીપસિંહ રાજપૂત, મુકેશ ખાટિક, વિવેક યાદવ, હરીશ ચૌધરી અને જયેશકુમાર રાજપુતની ધરપકડ કરી છે.