ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ પોલીસે હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ કરી - હથિયારોની હેરાફેરી

તહેવારો આવતાની સાથે પિસ્તોલ અને તમંચા જેવા હથિયારોની હેરાફેરી શરૂ થઈ જાય છે. ક્રાઈમબ્રાન્ચે થોડાસમય પહેલા જ હથિયારો સાથે કુખ્યાત આરોપીની ધરપકડ કરી હતી. તેવામાં વધુ અમદાવાદ શહેર પોલીસના ઝોન- 2 LCBની ટીમે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી બાતમીના આધારે બે ઇસમોની હથિયાર સાથે ધરપકડ કરી છે..

અમદાવાદ પોલીસે હથિયાર સાથે  2 આરોપીની ધરપકડ કરી
અમદાવાદ પોલીસે હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ કરી

By

Published : Oct 9, 2021, 6:15 PM IST

  • શહેરમાંં હથિયારોની હેરફેરી વધી
  • અમદાવાદમાં હથિયાર સાથે બે આરોપીની ધરપકડ
  • પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

અમદાવાદઃ તહેવારોના સમયમાં રાજસ્થાનથી અમદાવાદ હથિયાર સપ્લાય કરવા આવતા હોવાની બાતમીના આધારે અમદાવાદ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને બે પિસ્તોલ અને 21 કાર્ટુસ મળી આવ્યા છે. આ અંગે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. અમદાવાદ પોલીસે આરોપીઓ કોને હથિયાર આપવા આવ્યા હતાં. તેની તપાસ આગળ હાથ ધરી છે.

શહેરમાં હથિયારોની હેરાફેરીમાં સતત વધારો
અમદાવાદ શહેરમાં પિસ્તોલ અને તમંચા જેવા હથિયારોની હેરાફેરીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નવરાત્રિના તહેવારના સમયે ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં હથિયાર સાથે એક કુખ્યાત આરોપીને ઝડપી પાડયો હતો, તેવામાં અમદાવાદ શહેરના ઝોન- 2 લોકલ ક્રાઇમ બ્રાંચે એસપી રિંગ રોડ પર વૈષ્ણોદેવી ગરનાળા પાસેથી રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે. આ બન્ને શખ્સો અમદાવાદ શહેરમાં હથિયાર આપવા માટે આવ્યા હતા. આ બાતમી અમદાવાદ શહેર પોલીસની ઝોન- 2 ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બંનેને ઝડપી પાડયા.

ક્રાઈમ બ્રાન્ચ રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી

ઝોન -2 DCP વિજય પટેલે જણાવ્યું હતું કે લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસ્થાનના બે શખ્સો અમદાવાદમાં હથીયાર વેચવા આવી રહ્યા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભાદ્રાજૂન ગામના ઓમપ્રકાશ મેઘવાલ અને અમિતકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને ઈસમો પાસેથી બે પિસ્તોલ અને 21 કારતુસ મળી આવ્યા છે. આ હથિયાર તેઓ મધ્યપ્રદેશથી કોઈ સરદારજી નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું. પોલીસે અમદાવાદમાં કોને હથિયાર આપવાના હતા તેની તપાસ કરી રહી છે.


આરોપીઓ પહેલા પણ પોલીસની હાથ ચડ્યા

હથિયારોની હેરાફેરી કરવા આવેલા બન્ને ઈસમો પૈકી ઓમપ્રકાશ મેઘવાલ રાજસ્થાનમાં છ માસ પહેલા આમર્સ એકટના ગુનામાં પકડાઈ ગયો છે. જ્યારે અન્ય એક આરોપી અમિત પટેલ 2017માં વિશાખાપટ્ટનમ ખાતે 3 કિલોના સોનાની લૂંટમાં ઝડપી ચુક્યો છે. આ બંને આરોપીઓ માથી એક આરોપી અગાઉ અમદાવાદમાં હથિયાર આપવા આવી ચુક્યો હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અગાઉ કોઈને હાથ આપ્યા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details