અમદાવાદ-.20 દિવસ દરમિયાનના લૉક ડાઉનમાં નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ 3811 ગુના નોંધીને 9511 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં જાહેરનામાના ભંગ બદલ 3379 ગુના,એપિડેમીક એક્ટ હેઠળ 424 ગુના,હંગામો કરનાર 37 ગુના,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ 5ગુના નોંધ્યાં છે. ડ્રોન દ્વારા 25 ગુના નોંધી 90 લોકોની અટકાયત કરવામાં આવી છે.
20 દિવસના લૉકડાઉનમાં અમદાવાદ પોલીસે કરી આ કાર્યવાહી
21દિવસના લોકડાઉન પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરીને લોકોને લૉક ડાઉનનું પાલન કરવામાં આવ્યું. ત્યારબાદ હવે ફરીથી લોકડાઉનમાં 19 દિવસનો વધારો કરવામાં આવતાં પોલીસ ફરીવાર એક્શનમાં આવી છે. અને લૉક ડાઉન ભંગ કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરી છે.
20 દિવસના લૉક ડાઉનમાં અમદાવાદ પોલીસે કરી આ કાર્યવાહી
આ ઉપરાંત પોલીસ દ્વારા વિડીયોગ્રાફી, સાયબર સેલના આધારે પણ ગુણ નોંધવામાં આવી રહ્યાં છે. સિનિયર સિટીઝનની મુલાકાત શી ટીમ દ્વારા લઈને મદદ કરવામાં આવી રહી છે. હોમ કોરેન્ટાઈનમાં રહેલ લોકોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. હવે લૉક ડાઉનની સમય મર્યાદા વધારતા પોલીસ હવે ફરી એકવાર એક્શનમાં આવશે અને કેટલાક વિસ્તારમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.