અમદાવાદ: નિકોલ વિસ્તારમાં 25મી જૂને રાતના સમયે શ્યામ સુંદર ચોરસિયા નામના વૃદ્ધ ઘરેથી ટિફિન આપવા માટે નીકળ્યા હતા અને મંગલ પાંડે હોલ પાસે જાહેરમાં અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસ આરોપીને શોધવા જોતરાઈ હતી. જાહેર રોડ પર હત્યાની ઘટના બનતા પોલીસ માટે આરોપીને ત્વરિત પકડવો એ મોટી ચેલન્જ હતી, જેથી ઝોન 5 LCB, નિકોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ આરોપીની શોધખોળમાં લાગી હતી.
પાંચ હજાર રૂપિયાની માંગ:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિકોલ રિંગ રોડ પાસેથી જ આ ગુનામાં સામેલ આરોપી મનોજ ઉર્ફે લલ્લુ પટણીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી નવા નરોડા ખાતે રહેતો હોય અને હત્યાની ઘટના બની તે દિવસે આશરે રાત્રે 8 વાગે રીક્ષામાં બેસીને નિકોલ શિરોમણી બંગલો સામે ભંગારનું પીઠું ચલાવતા તેના મિત્ર હિતેશ ઉર્ફે ભોલાને મળવા માટે ગયો હતો. તેણે હિતેશ ઉર્ફે ભોલાને મળીને બહારગામ ફરવા જવું હોવાથી પાંચ હજાર રૂપિયાની માંગ કરી હતી.
"ઘટના બની એ સમય આરોપી અજાણ્યો હતો. તેથી તેને શોધવો મુશ્કેલ હતો. પરંતુ ઘટના સમયે હાજર લોકો અને હ્યુમન સોર્સના આધારે આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલો આરોપી અગાઉ પણ અજાણ્યા વ્યક્તિઓને અને રાહદારીઓને ટાર્ગેટ બનાવીને લૂંટ સહિતના અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો છે, લોકો વચ્ચે પિતાની ધોસ જમાવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે--ભાવિન સુથાર (ક્રાઈમ બ્રાન્ચના PI)
આપવાનો ઇન્કાર:આરોપીના મિત્ર પાસે 5000 રૂપિયા ન હોવાથી તેણે પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી આરોપીએ ગુસ્સામાં આવી જઈ તેના મિત્ર હિતેશ ઉર્ફે ભોલા તેમજ અન્ય લોકો ઉપર ધાક જમાવવા માટે નજીકમાંથી એક ઉંમર લાયક રાહદારી પસાર થતા હોય રાહદારીની પાછળ જઈને પોતાની પાસે રહેલી છરી વડે સાથળના ભાગ ઉપર ઉપરા છાપરી ચાર ઘા મારી દીધા હતા. જેના કારણે બૂમાબૂમ થતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે ઝડપાયેલો આરોપી અગાઉ શાહીબાગ, મેઘાણીનગર, નરોડા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લૂંટ, ચોરી, મારામારી સહિતના ચાર ગુનામાં ઝડપાયો હોવાની હકીકત સામે આવી છે. પકડાયેલા આરોપીને નિકોલ પોલીસને સોંપવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
- Ahmedabad Crime: વિધર્મી યુવકને પકડવા ગયેલા હિન્દુ સગંઠનના સભ્યોએ ડ્રગ સપ્લાયરને પકડી લીધો
- Ahmedabad Crime: બે કિસ્સાએ મહિલા સુરક્ષા સામે સવાલ કર્યા, ઢગાને યુવાની ફૂટી તો બીજી બાજુ સગીરા પીંખાઈ