ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ સાથે હાઇકોર્ટમાં PIL દાખલ કરાઈ - ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારને સહાય કરવા અંગે પીઆઇએલ

કોરોના મહામારી દરમિયાન બીમારીથી મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં લોકપાલની નિમણૂક કરવા અંગેની પણ માંગ કરવામાં આવી છે.

ETV bharat
અમદાવાદ : કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ સાથે HCમાં PIL કરાઈ

By

Published : Jul 16, 2020, 7:59 PM IST

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના વકીલ નીલ લાખાણી તરફે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહીતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની વિવિધ કલમ પ્રમાણે જો જે વ્યક્તિની મહામારીને લીધે મૃત્યુ થાય તેમના પરિવારજનોને વળતર ચૂકવવાની જોગવાઈ છે. જો કે આજ દિવસ સુધી કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું નથી. PILમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ ડૉક્ટર અને પોલીસ ફરજ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામે તો તેમના માટે વળતરની જાહેરાત કરી છે. જો કે કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનો માટે કોઈ જ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. કોરોના મહામારીમાં જ્યારે ધંધા-રોજગારમાં મંદી છે ત્યારે આ પ્રકારની સહાય ખૂબ જ જરૂરી છે.

કોરોના જેવી મહામારીના સમયમાં વલ્ડ બેન્ક અને WHO જેવી સંસ્થાઓ તરફથી કેન્દ્ર અને રાજ્ય સરકારને આર્થિક સહાય કરવામાં આવી છે. આ ફંડનો ઉપયોગ સરકારી પ્રવૃતિઓ માટે નહિ પરંતુ કોરોનાથી અસરગ્રસ્ત લોકો અને મૃતકોના પરિવારજનોના સહાય માટે કરવામાં આવે છે. સરકારે આ ફંડનો યોગ્ય હિતમાં ઉપયોગ કરવો જોઈએ અને એનું ઓડિટ પણ કરવામાં આવું જોઈએ જેથી તેનો દૂર-ઉપયોગ ટાળી શકાય.

રાજ્ય સરકારે કોરોના અસરગ્રસ્ત અને મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે કોઈ જ પ્લાન કે સ્કીમ ઘડી નથી, જેથી હાઈકોર્ટ આ મુદ્દે રાજ્ય સરકારને યોગ્ય નિર્દેશ આપી ગરીબ અને પીડિત વ્યક્તિઓના કલ્યાણમાં મહત્વની ભૂમિકા અદા કરે. જે સરકારી યોજના અને સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે.તેના યોગ્ય અમલીકરણ માટે લોકપાલની નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details