ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી

અમદાવાદ: જ્વેલરી ખરીદી તથા ગ્રાહકોના હિતનું સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરી 2020 સોનાના દાગીના પર હોલમાર્ક ફરજિયાત બનાવી રહી છે. જ્વેલરી ઉદ્યોગ એ આ જોગવાઈને આવકારતા જણાવ્યું છે કે, તેનાથી ગ્રાહકોની સાથે જ બ્રાન્ડને પણ ફાયદો થશે અને તેમનું નામ પણ હશે. ત્યારે ગુજરાતમાં હાઈ સ્ટ્રીટ બ્રાન્ડ માટે જાણીતી જ્વેલ્સ સર્ટિફાઇડ પોલકી જ્વેલરી લઈને આવી છે, જેનાથી લોકોને સર્ટિફાઇડ જ્વેલરી મળી રહેશે.

અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી
અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી

By

Published : Dec 5, 2019, 10:30 PM IST

સર્ટીફીકેશન વગર ગ્રાહકો જાણી શકતા નથી કે, જે જ્વેલરી તેઓ લઇ રહ્યા છે. તે સર્ટિફાઇડ છે કે, નહીં. જેથી સર્ટિફાઇડ જ્વેલરી આપવાથી ગ્રાહકો સાથે સો ટકા પારદર્શકતા રહે છે. તેના લીધે જ શુદ્ધ સોનું ધરાવતું ઘરેણા ગ્રાહકો સુધી પહોંચી શકે છે.

અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી

અદા કલેક્શનના નામથી અનોખી સ્ટાઇલ ધરાવતી સર્ટિફાઇડ પોલકી જ્વેલરી ગુજરાતમાં સૌપ્રથમવાર ઓફર કરીને જેવલ પ્લસ એક બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. જેમાં રાજસ્થાનના રંગોમાંથી પ્રેરણા લેવામાં આવી છે અને જાજરમાન રોયલ જવેલરીના સૌંદર્યનું તેની સાથે સમન્વય કરાયો છે. દેશમાં પણ ખૂબ થોડા જ જવેલર્સ 100 ટકા સર્ટિફાઇડ વાળી જવેલરી ઓફર કરે છે. જેમાં વિશ્વાસ પારદર્શકતા અને અધિકૃતતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details