અમદાવાદઃરાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને 156 બેઠકો જીતાડી હતી. ત્યારે હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર વિધાનસભા ગૃહમાં 24મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારે હવે ગુજરાતની જનતા દ્વારા પણ સરકાર પાસેથી ઘણી આશાઓ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. આ વખતે પેપર લીકને લઈને પણ મહત્વનું નિર્ણય આવી શકે છે.ત્યારે ગુજરાતી જનતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને શું આશાઓ અને અપેક્ષાઓ રાખી રહી છે આવો જાણીએ.
આ પણ વાંચોઃGujarat Budget 2023: 24મીએ ખૂલી શકે છે ગૃહિણીઓનું નસીબ, બજેટમાંથી રાહત મળવાની શક્યતા
પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળવી જોઈએઃઆ અંગે વેપારી સુનિલ જાદવે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને પણ આ વખતના બજેટમાં સરકારે વિચારવું જોઈએ. ગત વર્ષે પણ વિધાનસભાના બજેટ પહેલા પણ સરકાર દ્વારા રાજ્યની જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપી હતી, જેથી આ વખતના બજેટમાં પણ અમે આશાઓ રાખી રહ્યા છે કે, અમને રાહત મળવી જોઈએ. જો પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તો દરેક જાતની વસ્તુઓ પર ભાવવધારો થશે. આથી સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવો પડે છે.
બજેટમાં રાહત આપવી જોઈએઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં મોંઘવારીના કારણે લોકોની આવકમાં નહીં, પરંતુ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. તો લોકોને વધારે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. જેથી સરકાર જનતાને બજેટમાં રાહત આપે તેવી આશા છે. સરકારે પણ લોકોની આવકમાં કઈ રીતના વધારો થાય તે વખતે મુજબના પણ પ્રયાસો કરવા જોઈએ.