ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્યના રાજીનામાને લઈ અમદાવાદના મતદારોમાં આક્રોશ - utrage among voters over MLA's resignation

રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. જેથી રોષે ભરાયેલા મતદારોએ પક્ષપલટુ ધારાસભ્યો સામે વિરોધ નોંધાવ્યો છે અને તેમને ગામમાં પ્રવેશની મનાઈ ફરમાવતા પોસ્ટરો લગાવ્યા છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jun 10, 2020, 8:42 PM IST

અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા રાજકારણ ગરમાયુ હતું. સાથે મતદારોમાં પણ નારાજગી જોવા મળી છે. જેના લીધે ધારાસભ્યએ ગામમાં પ્રવેશ ન કરવા અંગેના પોસ્ટર વાઇરલ થઈ રહ્યા છે. આમ, નગરજનોએ બેજવાબદાર ધારસભ્યોનો ગામમાં પ્રવેશમાં બંધ કરીને રોષ વ્યક્ત કરી છે.

રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી 19 જૂને રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે અત્યારસુધીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.

જે અંગે ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય વ્યક્તિગત સ્વાર્થ ખાતર પક્ષની નારાજગીનુ બહાનું ધરીને પોતાના કામો કરાવવા સાથે-સાથે નાણાંની લાલચમાં આવીને પક્ષ છોડનારા પક્ષપલ્ટુઓ સામે હવે મતદારો રોષે ભરાયા છે. એવામાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ ધરી દેતા મતદારોમાં રોષની લાગણી ફેલાતી જોવા મળી રહી છે. જેથી મોરબીના જેતપુર ગામમાં પક્ષપલ્ટુ ધારાસભ્ય બ્રિજેશ મેરજા વિરુદ્ધ પોસ્ટરો વાઇરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારા ગામમાં પ્રવેશ કરવો નહી. આમ, ભાજપના ઈશારે રાજીનામુ ધરી દેનારા ધારાસભ્યો સામે ગામડાઓમાં પ્રવેશબંધી શરૂ થઇ ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details