અમદાવાદ :અમદાવાદની રખિયાલ ખાતે આવેલ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત મેટ્રો ક્લિપ પ્રોસિજર સ્વતંત્ર રીતે સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. જેમાં છાતીમાં ચીરો મૂક્યા વગર પગની નસમાંથી કેથેટર દ્વારા સિવિઇર માઈટ્રલ રીગજટીશનના દર્દીમાં માઈટ્રલ વાલ્વની મધ્યમાં કલીપ લગાડી માઈટ્રલ વાલ્વની રીપેર કરવામાં આવ્યું હતું.
હૃદયના સ્નાયું રિકવર થવામાં નિષ્ફળ :ડો.માણેક ચોપરાએ જણાવ્યું હતું કે, મનસુખ ગોંડલીયાને 2016ની અંદર હાર્ટ એટેક આવ્યો હતો. તે માટે કોરોનરી એન્જીયોલસ્ટિક સાથે સ્ટન્ટ કરવામાં આવી હતી. પરંતુ હૃદયના સ્નાયુઓ રિકવર થવામાં નિષ્ફળ ગયા હતા અને તેમનો હાથ પંપી ઘણું ઓછું થઈ ગયું હતું. થોડાક દિવસો સુધી દવાઓથી તેમને સારું પણ રહ્યું હતું. પરંતુ કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો ન હતો અને દિવસ જતા તેમનું હૃદય ધીમે ધીમે પહોળું થવા લાગ્યું હતું. જેથી માઈટ્રલ વાલ્વ લીકેજ એટલે કે માઈટ્રલ રિગજરટીશન થયું હતું. જેના કારણે સામાન્ય કરતાં પણ વધારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જેમાં હાર્ટ લેક્ચરના લક્ષણો દેખાવા લાગ્યા હતા. જેને કારણે ઓપન હાર્ટ સર્જરીમાં ખૂબ જ જોખમ હતું.
આ પણ વાંચો :Surat News : યુવા અવસ્થામાં હાર્ટ અટેકથી બચવા માટે માત્ર આટલું કરો