અમદાવાદઃ કોરોના વાઇરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. કોરોના વાઇરસને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને શંકાસ્પદ દર્દીઓની પૂરેપૂરી તકેદારી રાખીને રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 42 શંકાસ્પદ પૈકી 35 નેગેટિવ, 7ના રિપોર્ટ આવવાના બાકી - કોરોના સિવિલ હોસ્પિટલ
કોરોના વાઇરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. કોરોના વાઇરસને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને શંકાસ્પદ દર્દીઓની પૂરેપૂરી તકેદારી રાખીને રિપોર્ટ કરાવવામાં આવી રહ્યાં છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 42 શંકાસ્પદ કેસ આવ્યા હતા. જેમાંથી 35 જેટલા દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 7 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. આ બધા વચ્ચે ગુજરાતમાં પણ કોરોના વાઇરસના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાંથી સુરત, રાજકોટ, વડોદરામાં 1 અને અમદાવાદમાં 2 કેસ સામે આવ્યા છે. હજુ અનેક શંકાસ્પદ કેસ છે, ત્યારે તમામ સામે લડવા માટે સિવિલ હોસ્પિટલ સજ્જ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે. આ વૉર્ડમાં અન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. સિવિલ સુપરિટેનડેન્ટે પણ જણાવ્યું છે કે કામ સિવાય સિવિલ હોસ્પિટલમાં આવવું નહીં અને સિવિલ હોસ્પિટલની તમામ ઇમરજન્સી સેવાઓ ચાલુ જ છે.