અમદાવાદ: જિલ્લામાં ધોળકા તાલુકામાં ગુરુવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ધોળકા તાલુકામાં આંકડો 61 પર પહોંચ્યો છે. જ્યારે દસ્ક્રોઇ તાલુકામાં કોરોનાના 61 પોઝિટિવ કેસ નોંધાયા છે.
વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 17, બાવળા 5 ધંધુકા 4, વિરમગામ 4, અને માંડલ તાલુકામાં 1 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જિલ્લામાં કોરોનાથી પણ 09 દર્દીઓના મોત નીપજ્યાં છે. અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 1.80 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં.