અમદાવાદ:શહેરમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશન હદમાં આવતા કઠવાડા સિંગરવા રોડ ઉપર એક એસ્ટેટમાં ગોડાઉનની બહાર એવીએશનના ઇંધણની ચોરી કરતું મોનિટરિંગ સેલે ઝડપી પાડી છે. આરોપીઓ દ્વારા ટેન્કરમાંથી સફેદ પેટ્રોલ ચોરી કરી કેરબામાં ભરી આ ગુનો આચરતા રંગે હાથ ઝડપાઈ ગયા છે.
Ahmedabad Crime: એવિએશન ફ્યુલની ચોરી પકડાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત - અમદાવાદ ક્રાઇમ
નિકોલના SMC એ એવિએશન ફ્યુલની ચોરી ઝડપી હોવાનું સામે આવ્યું છે. ટેન્કર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રીધર પેરેડાઇઝમાં રહેતા રજનીભાઈ ધરમશીભાઈ પટેલ તેમજ ઉત્તર પ્રદેશમાં જોનપુર ખાતે રહેતા રવિન્દ્ર અલાગુરમ યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે.

39 લાખથી વધુનો મુદ્દામાલ:સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે કઠવાડા સિંગરવા રોડ ઉપર આવેલા વિશ્વકર્મા એસ્ટેટમાં 45 નંબરના ગોડાઉન પાસે ના આધારે નરોડા પાડ્યા હતા. ત્યાં એવીએશન ટર્બાઇન ફ્યુલ ચોરી કરતા આરોપી રંગે હાથ ઝડપાયા છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સહેલી વસ્ત્રાલના એક યુવક અને ઉત્તર પ્રદેશના એક યુવક એમ કુલ મળીને બે લોકોની અટકાયત કરી હતી. તેમજ ટેન્કર અને વ્હાઇટ પેટ્રોલ મળીને 39 લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
આરોપીની ધરપકડ:મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે 23 કેરબા માં 460 લિટર વાઈટ પેટ્રોલ તેમજ ટેન્કરમાં રહેલા 23 લાખ 54 હજારની કિંમતના 23,540 લિટર પેટ્રોલ અને વાહન તેમજ રોકડ રકમ સહિત બે મોબાઈલ એમ કુલ મળીને 39.16 લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રીધર પેરેડાઇઝમાં રહેતા રજનીભાઈ ધરમશીભાઈ પટેલ તેમજ ઉત્તર પ્રદેશમાં જોનપુર ખાતે રહેતા રવિન્દ્ર અલાગુરમ યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને આરોપી મુદ્દામાલ તમામ વસ્તુઓને નિકોલ પોલીસને હવાલે કરી આ કેસમાં IPC ની કલમ 285, 286, 379, 407, 411, 120 બી અને એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ 1884 9(B)(1) (B) મુજબ નિકોલ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.