ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: આત્મહત્યા નીવારવા માટે આ હેલ્પલાઈન થશે મદદરૂપ - અમદાવાદ શહેર

અમદાવાદ સહિત રાજયમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. પરતું, આત્મહત્યા કરતા તમારા મિત્રોને અને સ્વજનોને અટકાવી શકાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 25 વર્ષથી " સાથ" એનજીઓ દ્વારા એક આત્મહત્યા નિવારણ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે 50 જેટલા વોલન્ટિયર્સ આત્મહત્યા કરનારા વ્યક્તિની વાત સાંભળી તેને યોગ્ય રીતે સમજાવી તેનો જીવ બચાવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 3, 2023, 12:33 PM IST

Updated : Mar 3, 2023, 1:39 PM IST

અમદાવાદ શહેરમાં છેલ્લા 25 વર્ષથી " સાથ" એનજીઓ દ્વારા એક આત્મહત્યા નિવારણ કેન્દ્ર

અમદાવાદ: શહેર સહિત મેટ્રો સિટીમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી 2 યુવતીઓએ ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ તેમજ એક કિશોરે આપઘાતનો પ્રયાસ કરે તે પહેલાં અટકાવી દેવાયો હોવાની ઘટના બની છે.

મહત્વની કામગીરી:અમદાવાદ શહેરમાં છેલ્લા 25 વર્ષથી " સાથ" એનજીઓ દ્વારા એક આત્મહત્યા નિવારણ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે 50 જેટલા વોલન્ટિયર્સ આત્મ હત્યા કરનારા વ્યક્તિની વાત સાંભળી તેને યોગ્ય રીતે સમજાવી તેનો જીવ બચાવવાની મહત્વની કામગીરી કરવામા આવી રહી છે. NGO ના હેલ્પલાઇન નંબર 079-26300222 તેમજ 079-26305544 પર દરરોજ 3-4 લોકો ફોન કરીને પોતાની મૂંઝવણ જણાવે છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં હજારો લોકોના ફોન આવી ગયા છે. જેમાં 7 વર્ષના બાળકથી લઈને 85 વર્ષના વૃદ્ધ સુધીના લોકોએ મદદ માટે ફોન કર્યા છે. તેઓનો એક ફોન તેઓને જીવન ટૂંકાવતા લોકોને એવું કરતા અટકાવી દે છે.

આ પણ વાંચો Ahmedabad Bus Service: AMTSને મળી 2200થી વધારે ફરિયાદ, ટિકિટથી સ્ટોપેજ સુધીની રાવ

નિવારણ કેન્દ્ર:અમે છેલ્લા ઘણા વર્ષોથી સાથ એનજીઓ થકી આત્મહત્યા નિવારણ કેન્દ્રમાં સેવા આપીને હેલ્પલાઇન થકી અથવા તો ઈમેલ થકી લોકોને આત્મહત્યા કરતા અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અનેક ઇન્સ્ટિટ્યૂટમાં અમે જાગૃતતા કાર્યક્રમ પણ કર્યા છે. સ્ટ્રેસ અને અન્ય બાબતોને લઈને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અમે હેલ્પલાઈન પર ફોન કરનાર વ્યક્તિને કશું પણ પૂછ્યા વિના તેની સંપૂર્ણ વાત સાંભળીએ છીએ. તે બાદ જ તેમને મદદ કરીએ છીએ. જેથી તમારી આસપાસમાં પણ કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય અથવા તો કોઈ બીજા કારણથી મુંજાયેલો રહેતો હોય તો ચોક્કસથી અમારો સંપર્ક કરશો.--BEFRIENDERS ના ડાયરેક્ટર નાગેશ સુદ

બચાવવા આટલું કરો:જો તમારી આસપાસ તમારો કોઈ મિત્ર, તમારો કોઈ સંબંધી કે પરિચિત અચાનક જ વાતચીત ઓછી કરે, એકલો રહેવાનું પસંદ કરે, બોલવાનું ઓછું કરી દે, અથવા તો ડિપ્રેશનમાં લાગે તો તમારે તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. તેની સાથે સમય વિતાવી તેની વાત સાંભળવી જોઈએ. છતાં પણ જો તે કોઈપણ બાબતને તમારી સાથે શેર ન કરે તો સાથ એનજીઓને ફોન કરીને તમે તમારા જે તે મિત્રનો નંબર આપી શકો છો. તે મિત્રને સાથ એનજીઓનો નંબર આપી તેને આત્મહત્યા કરવા જેવા વિચારો લાવતા અટકાવી તેનું જીવન બચાવી શકો છો.

આ પણ વાંચો Ahmedabad News: ચાની કિટલી બની પેપરલેસ, નહીં મળે કાગળના કપમાં ચા

કરાયા અનેક પ્રયાસ:NGO વર્ષ 1998 થી કાર્યરત છે. BEFRIENDERS INDIA ની હસ્તક આવતા આ NGO ની જેમ દેશમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામથી આ આત્મહત્યા નિવારણ કેન્દ્ર ચાલવવામાં આવી રહ્યા છે. NGO દ્વારા ખાસ કરીને શાળા, કોલેજ જેવી સંસ્થાઓમાં અલગ અલગ સેમિનાર કરીને વિદ્યાર્થીઓ, યુવાનોને આત્મહત્યા કરતા અટકાવવા પ્રયાસો કરાયા છે. જોકે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ NGO ને યોગ્ય સહકાર ન મળવાથી તેઓ યુવાનોમાં આ આત્મહત્યા નિવારણ અંગે જાગૃતતા લાવવા માટે મહદ અંશે જ સફળ થયા છે.

જીવન બચાવી શકાય:વર્લ્ડ વાઈડ આત્મહત્યા નિવારણ માટે કામ કરતી સંસ્થાઓમાં ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી આત્મહત્યા નિવારણ કેન્દ્ર ચાલી રહ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદમાં SAATH, પુણેમાં CONNECTING, એન પરાવુંરમાં PRATHEEKSHA, ત્રિવેન્દ્રમમાં SANJEEVANI, મુંબઇમાં SAMARITANS, કોલકત્તામાં LIFELINE, કોચીમાં MAITHRI, જમશેદપુરમાં જીવન, હૈદરાબાદમાં ROSHNI, ગોવામાં YOU MATTER, દિલ્હીમાં SUMAITRI અને ચેન્નાઇમાં SNEHA નામથી આત્મહત્યા નિવારણ કેન્દ્ર ચાલી રહ્યા છે. જેમાં અલગ અલગ હેલ્પલાઇન નંબર પર ફોન કરી જીવન બચાવી શકાય છે.

Last Updated : Mar 3, 2023, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details