ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર થશે, 18 જિલ્લા SP સહિત 4 રેન્જ IG ની થશે બદલી

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર ગમે તે સમયે થઈ શકે છે. રાજ્યના અનેક સિનિયર આઇપીએસ અધિકારીઓ બદલી માટેની રાહ જોઈ રહ્યા છે તેમની આતુરતાનો અંત આવી શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કોણ બની શકે છે, અને કયા કયા અધિકારીઓની ક્યાં ક્યાં બદલી થઈ શકે છે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

Ahmedabad News : ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર થશે, 18 જિલ્લા SP સહિત 4 રેન્જ IG ની થશે બદલી
Ahmedabad News : ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર થશે, 18 જિલ્લા SP સહિત 4 રેન્જ IG ની થશે બદલી

By

Published : Jul 15, 2023, 5:12 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનરની જગ્યા છેલ્લા દોઢ મહિનાથી ચાર્જમાં ચાલી રહી છે. 30મી એપ્રિલના રોજ પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વયનિવૃત થતા તેઓનો ચાર્જ ક્રાઈમ JCP પ્રેમવીરસિંહ યાદવને આપવામાં આવ્યું છે. તેવામાં ગુજરાત પોલીસમાં અમદાવાદ પોલીસ કમિશનર કોણ બનશે તે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ અમદાવાદના લગભગ ઝોનના DCP તેમજ જિલ્લા SP સહિતના અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર થઈ ગયો છે અને બદલીનો ઓર્ડર ગમે તે સમયે થઈ શકે છે.

અનુપમસિંહ ગેહલોત રેસમાં આગળ : સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ પોલીસ કમિશનર માટે મુખ્યત્વે ચર્ચાતા નામોના સમશેરસિંગ, અનુપમસિંહ ગેહલોત અને હસમુખ પટેલ છે. આ ત્રણ નામોમાં પણ સૌથી વધુ ચર્ચાતું નામ અને જે અધિકારીની સૌથી પ્રબળ સંભાવના છે તે અનુપમસિંહ ગેહલોત છે. સાથે જ સિનિયર IPS અધિકારીઓની બદલીની ચર્ચામાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નામ પણ ચાલી રહ્યું હતું, જોકે હાલ પૂરતી તેઓની બદલી નહીં થાય તેવી શક્યતાઓ સેવાઈ છે.

પીયૂષ પટેલ, જયદીપસિંહ જાડેજા અને અભય ચૂડાસમા

4 રેન્જ IG ની બદલીઓ આવી શકે : અધિકારીઓની બદલીમાં આગળ વાત કરીએ તો સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતના 4 રેન્જ IG ની બદલીઓ આવી શકે છે, જે રેન્જમાં ભાવનગર રેન્જ, જૂનાગઢ રેન્જ, બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ છે. ગાંધીનગર રેન્જ IG અભયસિંહ ચુડાસમાની ગુજરાત ATS માં બદલી થઈ શકે છે સાથે જ ગુજરાત ATS ના DIG દીપન ભદ્રનની રેન્જમાં બદલી થઈ શકે છે. અમદાવાદ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ યાદવને ગાંધીનગર રેન્જમાં મુકાઇ તેવી શક્યતાઓ સેવાઈ છે.

જિલ્લામાં બદલીની સંભાવના : અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લગભગ ઝોન DCP બદલાઈ શકે છે. ઝોન 1 DCP ડૉ લવીના સિંહા, ઝોન 2 DCP જયદીપસિંહ જાડેજા, ઝોન 3 DCP સુશીલ અગ્રવાલ, ઝોન 4 DCP ડૉ. કાનન દેસાઈ, ઝોન 5 DCP બળદેવ દેસાઈ અને ઝોન 6 DCP અશોક મુનિયા આ તમામમાંથી લગભગ DCP ને જિલ્લામાં બદલી થઈ શકે છે.

ડૉ. કાનન દેસાઈ, સુશીલ અગ્રવાલ અને ડો. લવીના સિંહા

બદલી ન આવે તેવી શક્યતાઓ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકમાં પૂર્વ DCP સફિન હસન અને પશ્ચિમ DCP નીતા દેસાઈને હાલ પૂરતી બદલી ન આવે તેવી શક્યતાઓ સેવાઈ છે. અમદાવાદના એડિશનલ CP અજયકુમાર ચૌધરીની પણ બદલી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

33માંથી 18 જિલ્લા SP ની બદલી : સાથે જ વાત કરવામા આવે તો સુરત રેન્જ IG પીયૂષ પટેલને વડોદરા કમિશનર બને તેવી શકયતા જોવા મળી રહી છે, જો IB ના વડા અનુપમસિંહ ગેહલોતને અમદાવાદ CP ની જવાબદારી સોંપવામાં ન આવે તો તેઓ સુરત CP બની શકે છે. અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવા સહિત રાજ્યમાં 33માંથી 18 જિલ્લા SP ની પણ બદલી થશે. ખાસ કરીને જે જિલ્લા SP ને બે વર્ષ કે તેથી વધુ સમય એક જ જિલ્લામાં થઈ ગયો છે તેવા જિલ્લા SP ની બદલી થઈ શકે છે.

બદલીઓનું લિસ્ટ તૈયાર :મહત્વનું છે કે ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં છેલ્લા બે મહિનાથી અનેક આઈપીએસ અધિકારીઓ પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બદલીઓનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને હવે ગૃહ વિભાગ દ્વારા ગમે તે સમયે તે લિસ્ટ બહાર પાડવામાં આવી શકે છે.

દર શનિવારે બદલીની ચર્ચા :શુક્રવારે 14 મી જુલાઈના રોજ ગૃહ વિભાગ દ્વારા અમુક અધિકારીઓની બદલીના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે શનિવારે સાંજ સુધીમાં અન્ય અધિકારીઓની બદલી થાય તેવી ચર્ચા હાલ પોલીસબેડામાં જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ સપ્તાહથી દર શનિવારે બદલી થશે તેવી ચર્ચા જોર પકડતી હોય છે જો કે આ વખતે માત્ર ચર્ચાઓ થાય છે કે પછી ખરેખર ગૃહ વિભાગ બદલીઓનો આદેશ જારી કરે છે તે તો આવનારો સમય બતાવશે.

  1. Gujarat IPS: રેન્જ IG અને સિનિયર IPS ની બદલીની સંભાવના, લોકસભાની ચૂંટણી પહેલા લેવાઈ શકે મોટો નિર્ણય
  2. Gandhinagar News : બિપરજોય વાવાઝોડામાં નુકસાન સંદર્ભે 2 જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર, બાકીના 8 જિલ્લાનું શું?
  3. Gandhinagar News : રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જનહિતકારી યોજના, જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમા...

ABOUT THE AUTHOR

...view details