આધુનિક સાધનો દ્વારા સારવાર અમદાવાદ : અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીની કેર માટે આધુનિક છ બેડ, હેપા ફિલ્ટર્ડ સ્ટેપ ડાઉન બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને સેલ્યુલર થેરાપી યુનિટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેં સૌથી મોટી બીએમટી ટીમોમાંની એક બની રહેશે.
સારવારથી બ્લડ કેન્સર અટકાવી શકાય : ભારતમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સતત વધી રહ્યા છે જેમાં દર વર્ષે લગભગ 2500 ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આશરે 5 વર્ષ પહેલાં માત્ર 500 જેટલા ટ્રાન્સપ્લાન્ટ થતાં હતાં પણ તેમાં તાજેતરના સમયમાં મોટો વધારો જોવા મળ્યો છે. અલબત્ત બીએમટી સેન્ટરોની સંખ્યા વધી રહી છે તે વાસ્તવિકા જરૂરિયાતમાં 10 ટકા કરતા પણ ઓછી છે. સારવાર થકી બ્લડ કેન્સર અટકાવી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે.
બાળકોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બ્લડ કેન્સર જેવા ઘણા રોગોના ઈલાજ માટે એક વિકલ્પ આપે છે. જેનો કીમોથેરાપીમાં કોઈ પ્રતિસાદ મળતો નથી અથવા રિપ્લેસ થાય છે. પીડિયાટ્રિક બોન મેરો ફે્લ્યોર સિન્દ્રોમ એ છે જ્યાં બોન મેરો બ્લડ સેલ બંધ કરી દે છે. પીડિયાટ્રિક, ઇમ્યુંનોડેફિસિયન્સ રોગો, ઉચ્ચસ્તરના જોખમવાળી રિપ્લેસટ યુમસ તથા થેલેસેમિયા અને સિકલસેલ જેવી બીમારીઓે અને બ્લડ ફોર્મેશન હોય છે...ડો. હેમંત મેઘાણી ( ફિઝીશિયન)
એફેરેસિસ મશીનનો ઉપયોગ : મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટરે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીએમટી સ્ટેમ સેલ અથવા હેમેટોપોટીક સેલ ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તે સર્જરી નથી. બીએમટી બે પ્રકારના હોય છે. ઓટોલોગસ, જ્યાં દર્દીના પોતાના સ્ટેમ સેલની ઉપયોગ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે અને એલોજેનિક જ્યાં દાતાના સ્ટેમ સેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટેમ સેલ પેરિફરલ બ્લડમાંથી એફેરેસિસ મશીનનો ઉપયોગ કરી એ એકત્રિત કરવામાં આવે છે. બિલકુલ એજ રીતે જેમ ડેન્ગ્યુના દર્દીઓ માટે પ્લેટલેટના કલેક્શન કરવામાં આવે છે.
બ્લડ કેન્સરનો ઈલાજ : બ્લડ કેન્સરનો વ્યાપ દિવસને દિવસે વધી રહ્યો છે તેેમાં સૌથી વધુ બ્લડ કેન્સર નાની વયના તેમજ આધેડ વયના દર્દીઓને લક્ષણો જોવા મળી રહ્યા છે. આ બ્લડ કેન્સરની સારવારના વિકલ્પોમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ એજન્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. જે બોન થેરાપી ટ્રાન્સપ્લાન્ટની મદદથી મોટાભાગના બ્લડ કેન્સરનો ઈલાજ તેમજ એડવાન્સ સ્ટેજમાં શકાય બને છે. આ થેરાપી 30 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિથી થતી સારવાર સલામત અને ઉપચારત્મક માનવામાં આવે છે.
બ્લડ કેન્સર લક્ષણો : બ્લડ કેન્સર લક્ષણોની વાત કરવામાં આવે તો દર્દીને લોહી નીકળવું, થાક લાગવો, શરીરમાં નબળાઈ આવી જવી જેવા લક્ષણો જોવા મળતા હોય છે. આ બધી નબળાઈ દરેક પ્રકારના કેન્સરમાં જોવા મળતા હોય છે પંરતુ ચોક્કસ તપાસ બાદ કેવા પ્રકારનું કેન્સર થયું છે તેની માહિતી મળે છે. બ્લડ કેન્સર વારસાગત ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે.
- સુરતમાં બ્લડ કેન્સર (Blood Cancer)ની સારવાર મેળવવા એક સોફ્ટવેર ડિઝાઈનરે બાઈકની ચોરી કરી
- Gandhinagar News : જીવન શૈલી નહીં સુધારશો તો કેન્સર અને હાર્ટ એટેક ના રોગી થશો : આયુર્વેદ પ્રોફેસર
- World Lung Cancer Day 2023 : ફેફસાનું કેન્સર થવાનું કારણ શું છે? જાણો તેના લક્ષણો