ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : રીક્ષાચાલકે ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, CCTV આવ્યા સામે - અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. મોતની છલાંગ લગાવનાર રીક્ષાચાલક હોવાનું સામે આવ્યુ છે. આત્મહત્યાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Ahmedabad News : રીક્ષાચાલકે ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, CCTV આવ્યા સામે
Ahmedabad News : રીક્ષાચાલકે ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, CCTV આવ્યા સામે

By

Published : Mar 25, 2023, 9:36 PM IST

રીક્ષાચાલકનું અંતિમ પગલું

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ ઉપરથી રીક્ષાચાલક દ્વારા આત્મહત્યા કરવાનો બનાવ બન્યો હતો. અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ઇસ્કોન બ્રિજ વિસ્તારમાં ધમધમતા ટ્રાફિક અને લોકોની અવરજવર વચ્ચે રીક્ષાચાલક આધેડે મોતની છલાંગ લગાવી દીધી હોવાનું બહાર આવ્યું છે. મોતની છલાંગ લગાવનાર રીક્ષાચાલક બીમારીથી કંટાળ્યાં હોવાનું અને તેથી આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યુ છે. આપઘાતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી.

ફેફસાંની બીમારી : ઈસ્કોન બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવનાર માંગીલાલ ખટીક નામના વુદ્ધ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વૃદ્ધ લાંબા સમયથી ફેફસાંની બીમારીથી પિડાતા હતા. અને જેના કારણે જ તેઓએ બીમારીથી કંટાળી મોતને વહાલુ કર્યુ છે.

આ પણ વાંચો Surat Crime: ધોરણ 12ની પરીક્ષા પહેલાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, કારણ કંઈક બીજું જ સામે આવ્યું

બ્રિજ ઉપર જ રીક્ષા ઉભી રાખી : મૃતક માંગીલાલ ખટીક સવારે પોતાના ઘરેથી રીક્ષા લઈને નીકળ્યા હતા અને ઇસ્કોન બ્રિજ ઉપર પહોંચી તેઓએ બ્રિજ ઉપર રીક્ષા ઉભી રાખી ઉપરથી નીચે મોતની છલાંગ લગાવી હતી. જે ઘટનામાં સ્થળ ઉપર જ તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઇસ્કોન બ્રિજની નીચે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી.

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી :મૃતક માંગીલાલ ખટિક વેજલપુરમાં કૃષ્ણધામ ઔડામા રહેતા હોવાનો ખુલાસો થયો છે. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, આ અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો મળ્યા

પરિવારજનોના નિવેદન લેવાશે : આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PI કે વાય વ્યાસે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે અકસ્માત મોત દાખલ કરવામાં આવી છે. બીમારીથી કંટાળી તેઓએ આપઘાત કર્યો હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તેઓના પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

લાંબી બીમારીની હતાશા : હાલમાં જોવા મળે છે કે અનેક પ્રકારે આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. આપત્મહત્યાનું વિચારનારા લોકો માટે હતાશા નિરાશા અને આર્થિક સામાજિક પરેશાનીના કારણો હોય છે તેમ શારિરિક અસક્ષમતા કે આ ઘટનામાં છે તેમ લાંબા સમયની બીમારીથી કંટાળાનો થતો અનુભવ પણ કારણ બની જતું હોય છે. મૃતક રિક્ષાચાલક પણ લાંબા સમયથી ફેફસાની બીમારીછી પીડાતાં હતાં અને છેવટે લાંબા સમયથી પરેશાની ભોગવતાં રહ્યાં હોવાના કારણે આજે બપોરે ઘેરથી રિક્ષા ચલાવવા નીકળેલા માંગીલાલે ઇસ્કોન બ્રિજથી પડતું મૂકીને બીમારીનો અંત આણવા માટે પોતાના જીવનનો અંત આણી દીધો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details