બહેનને ભાઈની સિદ્ધિઓ પર ગર્વ અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગાં બહેન વસંતીબહેન મોદી જેટલા પીએમ મોદીનાં બહેન તરીકે ખ્યાત હશે તેનાથી વધુ આ પાકિસ્તાની બહેન જાણીતા્ં બન્યાં છે. પીએમ મોદીના પાકિસ્તાની બહેન કમર જહાંના આ વર્ષે પણ તેમણે જાતે તૈયાર કરેલી રાખડી બાંધવા દિલ્હી જશે. પીએમ મોદી અને કમર જહાંના ભાઈબહેનના સ્નેહના અનોખા પર્વ રક્ષાબંધનના દિવસની રાખડીનો સિલસિલો પાંત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે. છેલ્લા 35 વર્ષથી કમર જહાંના પોતાના હાથેની બનાવી રાખડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંધી રહ્યાં છે.
સંસ્મરણ વાગોળ્યાં : આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ અદભૂત વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાની બહેન કમર મોહસિન જહાંની. કમર જહાં છેલ્લા 35 વર્ષથી નરેદ્ર મોદીને પોતાનાં હાથે બનાવેલી રાખડી બાંધે છે.પાકિસ્તાનથી અહીં અમદાવાદમાં લગ્ન કરીને આવેલાં કમર જહાં તેલાવમાં રહે છે. ત્યારે આ વર્ષે પણ કમર જહાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનાં હાથે બનાવેલી રાખડી બાંધશે. તેમણે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં આ વિશે સંસ્મરણ વાગોળ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમે 35 વર્ષથી ઓળખીએ છીએ. પંરતુ પહેલી વખત મુલાકાત ગવર્નર તરીકે હતાં ડો સ્વરૂપસિહ જે ગુજરાતના રાજ્યપાલ તરીકે હતાં. તે સમય ગવર્નરે મને દીકરી બનાવી હતી. તેઓ ગુજરાતના રાજ્યપાલ તરીકે ટર્મ પૂરી થતાં તેઓ ગુજરાતથી જઈ રહ્યા હતા તે સમયે અમે તેમને અમદાવાદ એરપોર્ટ પર મળવા પહોંચ્યા હતાં. ત્યારે નરેન્દ્ર મોદી આરએસએસના કાર્યકર્તા હતા. તે સમયે પણ તે ત્યાં જ હાજર હતાં. તે સમયે નરેન્દ્ર મોદી ગવર્નર સાથે બેઠા હતાં ને ગવર્નરે કહ્યું હતું કે આ મારી દીકરી છે. હવે હું તમને સોંપીને જાઉં છું. ત્યારથી જ નરેન્દ્ર મોદી મને બહેન કહીને બોલાવે છે અને ત્યારથી હું નરેન્દ્ર મોદીને દર વર્ષે મારા હાથે બનાવેલી રાખડી તેમના હાથે બાંધું છું...કમર જહાં(પીએમ મોદીના પાકિસ્તાની બહેન)
કમર જહાંને ખૂબ જ ગર્વ થાય છે : કમર જહાંએ વધુમાં જણાવ્યું હતું કે આજે તે દેશના વડાપ્રધાન છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પણ છે. જેથી ખૂબ જ ગર્વ થાય છે. પરંતુ હું નરેન્દ્ર મોદીને ત્યારથી ઓળખું છું કે જે ત્યારે એક સામાન્ય કાર્યકર્તા હતાં. તે એક નાના કાર્યકર્તાથી એક વડાપ્રધાન સુધી કેટલો સંઘર્ષ કરી અને પહોંચ્યા છે તે પણ હું સારી રીતે જાણું છું. દર વર્ષે હું નરેન્દ્ર મોદીજીને રાખડી બાંધું છું અને આ વખતે પણ હું દિલ્હી જઈને તેમને મારા હાથે બનાવેલી રાખડી બાંધીશ.
પોતાના હાથે રાખડી ગૂંથે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથેથી બનાવેલી રાખડી વધારે પસંદ આવતી હોવાથી કમર જહાંના તેમના ભાઈ નરેદ્ર મોદી માટે દર વર્ષે હાથેથી ગૂંથીને જ બનાવેલી રાખડી તેમને હાથે બાંધે છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર હતાં, ત્યારે પણ તે રૂબરૂ જઈને રાખડી બાંધતા હતાં. હવે દેશના વડાપ્રધાન બન્યાં બાદ પણ તે દિલ્હી જઈને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હાથે રાખડી બાંધે છે. વચ્ચે માત્ર કોરોનાકાળ સમયમાં જ તે રાખડી બાંધી શકે નહોતા પરંતુ તેમને પોસ્ટ દ્વારા અહીંયાથી રાખડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી હતી.
પરિવાર સાથે પણ નાતો જાળવ્યો છે : વડાપ્રધાન મોદી અને કમર જહાંના સાથે તેમનો એક પારિવારિક સંબંધ છે. અવારનવાર તહેવારમાં તેમના ખબરઅંતર પૂછતા હોય છે. કમર જહાંએ વધુમાં જણાવ્યું કે મારો દીકરો કેનેડામાં અભ્યાસ કરે છે અને હાલ એક સારો બિઝનેસમેન છે. પણ તેને પણ ખબરઅંતર પૂછતા હોય છે કે તે હાલ કેનેડામાં શું કરે છે, કેમ છે. ખબરઅંતર અવારનવાર ફોન કરીને પૂછતા હોય છે. વડાપ્રધાન મારા દીકરાને પ્રિન્સ કહીને સંબોધે છે અને અવારનવાર તેને સલાહ સૂચન પણ આપતા હોય છે. સાથે જ તેમના પતિ એક ચિત્રકાર હોવાને કારણે તેમને કેવા પ્રકારનું ચિત્ર દોરવું જોઈએ વગેરે વાતચીત અને કળા વિશે સૂચનો પણ કરતાં હોય છે.
કમર જહાંના પતિનો અભિપ્રાય : કમર જહાંના પતિ મોહસિન શેખે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જેે પદ પર બેઠા છે તે ઘણા સમયની મહેનત બાદ તેમને મળ્યું છે. એક નાનકડા શહેરમાંથી આવતો વ્યક્તિ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યો છે. જે ખરેખર ગર્વની વાત કહી શકાય છે. નરેન્દ્ર મોદી એક એવા વ્યક્તિ છે કે જેમણે જે વસ્તુનો નિશ્ચય કરે છે તે પૂર્ણ કરીને જ રહે છે. નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ છે કે જે કામ કરે છે તેને જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે જ કામમાં લાગ્યા રહે છે.
- Rakhi 2022 પાકિસ્તાની બહેને મોકલી વડાપ્રધાન મોદીને રાખડી, જૂઓ ક્યારથી બંધાયો નાતો
- પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઈને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલી
- Surat Gold Silver Rakhdi : સુરતમાં ગોલ્ડ અને સિલ્વરની રાખડી પર મોદી-યોગીનું આકર્ષણ, ચંદ્રયાન-3 ની અદ્ભુત ડિઝાઇન