ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: AMCના કોન્ટ્રાક્ટરની મનમાની, 15 નોટિસ છતાં કોઈ જવાબ નહીં - Ahmedabad BJP leader

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામગીરી લઈને અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. છેલ્લા 3 માસથી રખડતા પશુને પકડવા માટે તૈયાર કરવામાં આવેલ ઢોરવાડા હજુ પણ તૈયાર થયા નથી. જેને લઈને CNCD વિભાગનો બચાવ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad News: AMCના કોન્ટ્રાક્ટરની મનમાની, 15 નોટિસ છતાં કોઈ જવાબ નહીં
AMCના કોન્ટ્રાક્ટરની મનમાની 15 નોટિસ છતાં કોઈ જવાબ નહીં

By

Published : Apr 27, 2023, 11:00 AM IST

Ahmedabad News: AMCના કોન્ટ્રાક્ટરની મનમાની, 15 નોટિસ છતાં કોઈ જવાબ નહીં

અમદાવાદ:રાજ્યનું સૌથી મોટું શહેર એટલે અમદાવાદ.રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા, જેમાં દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા આવે છે. પરંતુ તેના કામ લઈને અનેકવાર વિવાદ ઊભા થાય છે. તાજેતરમાં શહેરમાં રખડતા ઢોર મુદ્દો ચાલતો હતો. હાઇકોર્ટના આદેશ બાદ પણ કોઇ નવી પોલિસી તૈયાર કરાઇ નથી. જોકે, આ વિષય પર કોર્પોરેશનના પદાધિકારીએ પણ મોટી ચોખવટ કરી દીધી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : દારૂના અડ્ડાની ફરિયાદ કરનાર વેપારી પર બુટલેગરે કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ

નવા ઢોરવાળા તૈયાર:3 મહિનાથી પાંજરાપોળ તૈયાર થાય છે. હેલ્થ કમિટી ડે.ચેરમેન પ્રકાર ગુર્જરે જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા પશુ માટે નવા ઢોરવાડા તૈયાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ નવા ઢોરવાડા તૈયાર કરવાની વાત છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. પણ હજુ સુધી ઢોરવાડા તૈયાર થયા નથી. જેથી તેમની કામગીરી કેવા પ્રકારની થઈ રહી છે. તે પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

ઢોરવાડાની કેપિસિટી:હાઇકોર્ટના આદેશ અનુસાર રખડતા ઢોર માટે પણ નવી પોલિસી પણ તૈયાર કરવામાં આવી હતી. તેને અમલમાં ક્યારે મુકવામાં આવશે તે પણ એક સવાલ છે. જેમાં દાણીલીમડામાં આવેલા ઢોરવાડાની કેપિસિટી 1800 પશુઓની છે. જેમાં 1740 જેટલા પશુઓ છે. જ્યારે બાકરોલમાં 1400 પશુઓની કેપિસિટી છે.તેમાં 1420 પશુઓ છે. જ્યારે લાંભા તાત્કાલિક તૈયાર કરવામાં આવેલા ઢોરવાડામાં 700 પશુઓ પૂરવામાં આવે છે.

આ પણ વાંચો Ahmedabad Crime : શહેરમાં 24 કલાકમાં બે વેપારીઓને અસામાજિક તત્વોની ધમકી, જૂઓ વિડીયો

કોઈપણ પ્રકારની કાર્યવાહી:કોન્ટ્રાક્ટરને 15 વખત નોટિસ આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 જેટલા સ્મશાન પોતાના હસ્તક કરવામાં આવેલા છે. જેમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટર તે કામ આપવામાં આવતું હોય છે. જેમાં અંતિમ ક્રિયા માટે વચ્ચે ઓછા લાકડા વપરાય તે માટે લોખંડનું સ્ટ્રકચર મુકવામાં આવ્યું હતું. જેને લઈ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, પરંતુ ચોંકાવનારી વાત સામે આવી છે. કોર્પોરેશન દ્વારા 15 વખત આ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પેટનું પાણી પણ હલતું નથી. તેમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details