ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : નરોડાના લોકો વીફર્યાં, એએમસી ઉત્તર ઝોન કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન - મેગાસિટી અમદાવાદ

મેગાસિટી અમદાવાદના અમુક વિસ્તારોની ચકાચૌંધ વિદેશી મહેમાનને આંજે એવી જરુર છે. ત્યાં જ શહેરના નરોડા જેવા વિસ્તારમાં કંઇ જુદો અનુભવ થાય. કંટાળેલા નરોડાવાસીઓ આજે એએમસીની ઉત્તર ઝોન કચેરીએ ધસી ગયાં હતાં અને તેમના પ્રશ્નો વિશે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Ahmedabad News : નરોડાના લોકો વીફર્યાં, એએમસી ઉત્તર ઝોન કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન
Ahmedabad News : નરોડાના લોકો વીફર્યાં, એએમસી ઉત્તર ઝોન કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન

By

Published : Mar 4, 2023, 8:41 PM IST

AMCની નીતિથી ત્રાહિમામ પોકારીને આખરે વિરોધ પ્રદર્શન

અમદાવાદ : અમદાવાદ શહેર આમ તો મેગા સિટીનો દરજ્જો ધરાવે છે. સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતું અમદાવાદ શહેર આધુનિકતા તરફ કદમ માંડી રહ્યું છે, પણ સ્માર્ટ સિટીમાં હજુ પણ કેટલાય વિસ્તારો એવા છે, જ્યાં પ્રાથમિક સમસ્યાઓ જેમની તેમ જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર છે, લાઈટો ગુલ છે, ગટરો ચોક અપ છે અને વેરાની વસુલાત છતાંય લોકો સુવિધાઓથી વંચિત છે, જેમાં નરોડા વિસ્તારનો સમાવેશ થાય છે.

શાંતિ પૂર્ણ વિરોધ પ્રદર્શન

ત્રાહિમામ પોકારીને આખરે વિરોધ પ્રદર્શન: અમદાવાદના આવા જ નરોડા વિસ્તારમાં લોકો AMCની નીતિથી ત્રાહિમામ પોકારીને આખરે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. અમદાવાદ નરોડા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરની સુવિધાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને મ્યુ.ઉત્તર ઝોન રાજીવ ગાંધી ભવનના ડીવાયએમસીને આવેદન પત્ર આપી રજૂઆતો ધ્યાને લેવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો અનુસૂચિત જાતિની મહિલાઓએ ધારાસભ્યને લીધા આડે હાથે, જૂઓ વીડિયો

કઇ સોસાયટીઓની હાલત ખરાબ : કલ્પેશભાઈ પરમાર નામના સ્થાનિકે જણાવ્યું હતું કે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સુમંગલમ પાર્ક, લક્ષ્મી નગર સોસાયટી, પંચવટી સોસાયટીથી નીલકમલ સોસાયટી.ખોડિયાર પાર્ક.સુમંગલાં પાર્ક અને ઉમા પાર્ક સહિતની સોસાયટીઓમાં 35000થી વધુ લોકોનો વસવાટ છે. આ વિસ્તારોમાં રોડ-રસ્તા ખુબ જ ખરાબ હાલતમા જોવા મળે છે. છ મહિના પહેલા રોડ બનાવવાનું ખાતમુહુર્ત પૂર્વ ધારાસભ્ય દ્વારા શરૂ કરવાંમાં આવ્યું હતું. જે હજુ સુધી રોડ રસ્તા બન્યો નથી. જેને લીધે રસ્તાઓ બિસ્માર બનતા સ્થાનિક નાગરિકોના મોઢામા ધૂળ જાય છે અને અન્ય બિમારીઓ થાય છે.

આ પણ વાંચો Demolition of AMC: નરોડામાં પોલીસને દોડાવી માર મારનાર આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

સ્થાનિક રહીશો દ્વારા ચીમકી : આવી સમસ્યાનું નિરાકરણ જલ્દીથી લાવવામાં આવે અને જો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લેવામા નહીં આવે તો આગામી સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાંતિ પૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામા આવશે તેવી સ્થાનિક રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રાથમિક સુવિદ્યાઓ ન મળતા નરોડા વિસ્તારના સ્થાનિકો હાલ તો શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે, પરંતુ જો આ સમસ્યા આવનારા સમયમાં પણ યથાવત રહેશે તો આગામી કડક પગલાં લેવાય તેમાં નવાઈ નથી. જોકે એએમસી દ્વારા સ્થાનિકોની સમસ્યા ધ્યાને લઇ તાત્કાલિક રોડ રસ્તા અને ગટરનું કામ કરવામાં આવે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details