ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટની ભરતી, 1 જગ્યા માટે 50 અરજી આવી, ઇન્ટરવ્યૂ પ્રક્રિયા વિશે જાણો - અમદાવાદ કોર્પોરેશન

અમદાવાદ શહેર આવેલ કાંકરીયા પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટની ભરતી માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં 1 જગ્યા માટે 50થી વધુ અરજી આવી છે. એએમસી દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

Ahmedabad News : પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટની ભરતી, 1 જગ્યા માટે 50 અરજી આવી, ઇન્ટરવ્યૂ પ્રક્રિયા વિશે જાણો
Ahmedabad News : પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટની ભરતી, 1 જગ્યા માટે 50 અરજી આવી, ઇન્ટરવ્યૂ પ્રક્રિયા વિશે જાણો

By

Published : Aug 22, 2023, 2:08 PM IST

ઇન્ટરવ્યૂ પ્રક્રિયા આગામી સમયમાં

અમદાવાદ : અમદાવાદ શહેર આવેલા પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ ભરતી માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ એક પોસ્ટ માટેે 50થી વધુ અરજીઓ પહોંચી ગઇ છે. ઉમેદવારોના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા આગામી સમયમાં યોજાશે. બાળકોનું અતિપ્રિય એવું ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અમદાવાદ કાંકરીયા ખાતે આવેલું છે જેની માત્ર અમદાવાદ શહેર નહીં, પરંતુ રાજ્યના અન્ય શહેરમાંથી કે અન્ય રાજ્યમાંથી પણ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.

છ માસ પહેલાં નિવૃત્ત : આ પ્રાણીસંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ આર.કે. સાહુ જૂન મહિનામાં નિવૃત્ત થઈ ગયાં હતાં. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ છ મહિના સુધી તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ઇન્ટરવ્યૂ માટે ખાસ પેનલની રચના: આ ભરતી પ્રક્રિયાની આખી પ્રોસેસ સેન્ટ્રલ ઓફિસ દ્વારા કરવામાં આવતી હોય છે. જેની અંદર ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી 50 જેટલી અરજીઓ સેન્ટ્રલ ઓફિસને પ્રાપ્ત થઈ છે. આગામી સમયમાં આ ઉમેદવારના ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે. જેના માટે ખાસ પેનલની પણ રચના કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા 60 થી 90 દિવસ સુધી ચાલશે.

અલગ અલગ રાજ્યમાંથી અરજી આવી અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંસુપરિન્ટેન્ડન્ટની ભરતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજી મંગાવવામાં આવી હતી. જેમાં એક અરજી જગ્યા માટે 50થી વધુ અલગ અલગ શહેરો અને રાજ્યમાંથી અરજી આવી છે. જેમાં કાંકરિયા પ્રાણીસંગ્રહમાં ફરજ બજાવતા ત્રણ જેટલા કર્મચારીઓએ પણ આ ભરતી માટે અરજી કરી છે. જૂનાગઢ, રાજકોટ, વડોદરા, સુરત, ઉપરાંત મધ્યપ્રદેશ, ચંદીગઢ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી પણ પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ પદ માટે અરજી કરવામાં કરી છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં નામ મૂકાશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં એક અલગ ખાસ બેન્ચ તૈયાર કરવામાં આવશે. જેમાં ઝૂ નિષ્ણાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના લોકો આ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ કરશે. ત્યારબાદ તે અમુક નામ નક્કી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મુકશે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે નામની મહોર લગાવવામાં આવશે. તેમને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવશે. આ સમયગાળો અંદાજિત 60થી 90 દિવસનો ગણવામાં આવી રહ્યો છે.

  1. Royal Bengal Tiger: રોયલ બેંગાલ ટાઇગર હવે જોવા મળશે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં
  2. કાંકરિયા રાઈડ્સ દુર્ઘટના: મુખ્ય આરોપી ઘનશ્યામ પટેલ સહિત 3 આરોપીઓએ જામીન અરજી પરત ખેંચી
  3. કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં 24 જ રાઈડના પોલીસે લાયસન્સ આપ્યા હતા, 25મું લાયસન્સ જાતે બનાવાયું

ABOUT THE AUTHOR

...view details