શિક્ષણ બાબતે સરકાર પર પ્રહાર અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ફરી એકવાર શિક્ષણ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આદિવાસી બાળકોને શિક્ષણ સારું ન અપાતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. છેલ્લાં 28 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં પણ આદિવાસી સમાજના બાળકો સારા શિક્ષણથી વંચિત છે.
ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો હતો: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જનતાની સામે શિક્ષણ મુદ્દા લાવીને પ્રજાને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી 156 સીટ પર ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ છોટાઉદેપુર જિલ્લાના IAS ઓફિસરે શિક્ષણ મુદ્દે લખેલા પત્ર ઉપર સરકાર કર્યા હતાં.
IAS ઓફિસરના પત્રને ટાંકી આક્ષેપ : પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે એક IAS ઓફિસરે હિંમત કરીને એક પત્ર લખ્યો છે. જેમાં સ્પષ્ટ પણે તેમને ઉલ્લેખ કર્યો છે કે છોટાઉદેપુરની પ્રાથમિક શાળાઓમાં સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આદિવાસી સમાજના બાળકોને સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું નથી. જેથી સમાજના બાળકો સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. પરંતુ ફક્ત આ છોટાઉદેપુરની જ વાત નહીં પરંતુ આખા આદિવાસી વિસ્તારમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આદિવાસી સમાજના વિસ્તારમાં એક પણ શાળા સારી જોવા મળી રહી નથી.
ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં છે. ભાજપે આદિવાસી સમાજ સામે ષડયંત્ર રચ્યુ છે કે આદિવાસી સમાજના બાળકો ભણે નહીં અને કાયમી મજૂરી કરે. આદિવાસી સમાજમાંથી આવતા ભાજપના નેતાઓ પણ માલામાલ થઈ ગયા છે. પરંતુ આદિવાસી સમાજના દીકરાઓ અને દીકરીઓ હાલમાં પણ સારા શિક્ષણથી વંચિત છે. ગુજરાત સરકાર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે. જેમાં ભાજપના ઘણાં નેતાઓની પણ પ્રાઇવેટ શાળાઓ છે જેમાં ખૂબ મોટી ફી લે છે. અન્ય બાળકોને પણ પોતાની શાળાઓમાં ભણવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી...ઈશુદાન ગઢવી(આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ)
શિક્ષણ સુધારવાની જરૂર:તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની જનતાએ ભાજપ સરકાર પર વધુ એક વિશ્વાસ મૂકીને 156 સીટો આપી છે. પરંતુ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા તળિયે ગઈ છે. ફી પણ મોંઘી કરી દેવામાં આવી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે સરકાર દ્વારા શિક્ષણ સુધારવામાં કરવામાં આવે અને જે પણ શાળાઓમાં શિક્ષકોની ભરતીની જરૂર છે તે જગ્યાએ તાત્કાલિક ભરતી કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં ગુજરાતી શાળાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ શકે છે. જો ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ પીએસઆઇ કે કલેક્ટર બનશે તો આખા પરિવાર તેમજ સમાજને ગર્વ થશે જેના કારણે ગુજરાતનું શિક્ષણ સુધારો ખૂબ જ જરૂરી છે.
- Gujarat Education: સડેલું શિક્ષણ, ધો. 8ના વિદ્યાર્થીને વાંચતા નથી આવડતું, IAS ધવલ પટેલે લખ્યો પત્ર
- Tapi News: તાપીમાં આંગણવાડી પ્રવેશોત્સવનું અનોખું આયોજન, ભૂલકાઓને બળદગાડામાં બેસાડી ઢોલ-નગારા સાથે રેલી કઢાઈ
- Shala Praveshotsav 2022 : પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાઓના શિક્ષકો અંગે આપ્યું વિવાદિત નિવેદન