સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરૂ થશે અમદાવાદ : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 09 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બંને પિતા પુત્રને આજે કેસમાં સેશન્સ કમિટ માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં.
સેશન્સ કમિટ થયો કેસ : આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે 24 ઓગસ્ટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કાર્યવાહી શરૂ થશે. જ્યારે બંને આરોપીઓને કોર્ટમાં ઉપસ્થિત રખાશે.
નામદાર કોર્ટ તરફથી બંને આરોપીઓને હાજર રાખવાની યાદી કરવામાં આવી હતી. જેલ ઓથોરિટી તરફથી બંને આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આજે બન્યા આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં કેસ કમિટ કરવામાં આવ્યો છે. 24 તારીખે આ કેસમાં બન્યા આરોપીઓને હવે હાજર રાખવામાં આવશે અને ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબની કાર્યવાહી થશે...પ્રવીણ ત્રિવેદી(સરકારી વકીલ)
જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપીઓ :અકસ્માત બાદ રાજ્ય સરકાર દ્વારા આ કેસ ઝડપી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે એક અઠવાડિયામાં ગુનેગારો સામે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને તરત જ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
શું છે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમા 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતાં. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્માતની ઘટનામાં લોકો ટોળે વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી.
10 દિવસમાં ચાર્જશીટ :જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને ક નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
- Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અંતે આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ ફાઈલ થઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ
- Ahmedabad News: નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ
- Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ પૂર્ણ, 5 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર