ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ત્રણ માળનું હેરિટેજ મકાન ધરાશાયી, 9 લોકોનો બચાવ

અમદાવાદ શહેરના વધુ એક મકાન ધરાશાયી થયું છે. કોટ વિસ્તારના ટંકશાળ રોડ પર આવેલ રાજા મહેતાની પોળમાં ત્રણ માળનું હેરિટેજ મકાન ધરાશાયી થયું છે. જોકે પરિવારના 9 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ત્રણ માળનું હેરિટેજ મકાન ધરાશાયી
Ahmedabad News : અમદાવાદ શહેરમાં ત્રણ માળનું હેરિટેજ મકાન ધરાશાયી

By

Published : Jul 24, 2023, 2:28 PM IST

Updated : Jul 24, 2023, 2:36 PM IST

9 વ્યક્તિનો આબાદ બચાવ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર પણ વધારે મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત મકાન નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ આજે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર વધુ એક મકાન ધરાશાયી થયું હતું.

આ મકાનમાં અમે છેલ્લા 10 વર્ષથી રહીએ છીએ. આજ સવારે 9 વાગે ચા નાસ્તો કરતા હતાં. તે સમયે અચાનક મકાન કાંકરી ખરવા લાગી એટલે સમય સૂચકતા વાપરી અમારા પરિવારમાં રહેતા 9 લોકો તરત બહાર નીકળી ગયા હતાં. થોડાક સમય બાદ તરત એક બાજુ આખો ભાગ પડી ગયો હતો. અમારો તમામ સમાન હજુ મકાનમાં છે. અમે બધા બહાર બેસી રહ્યા છીએ...સંજય વાળંદ(મકાન માલિક)

કોઈ પણ પ્રકારની નોટિસ નહીં :વધુમાં જણાવ્યું હતું કે આ હેરિટેજ મકાન હતું. સમયાંતરે મકાન ચેકીંગ કરવામાં આવતું હતું પંરતુ આ અચાનક જ હેરિટેજ મકાન ધરાશાયી થયું છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ અવારનવાર ચેકિંગ કરવામાં આવતું હતું. આ મકાન AMC દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ પાઠવવામાં આવી નહોતી. હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા મકાનો જે ભાગ પડવાની શક્યતા છે તે ભાગને પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગને મકાન ધરાશાયી થવાની ઘટનાનો કોલ મળતા ત્યાં પહોંચ્યું હતું પરંતુ કોઈ મોટી જાનહાનિ જોવા મળી નથી. મકાનમાં કોઈ ન હોવાના કારણે એસ્ટેટ વિભાગ સોંપી દેવામાં આવ્યું હતું...જયેશ ખડીયા..અમદાવાદ ચીફ ફાયર ઓફિસર

બે મહિનાથી મકાન ધરાશાયી ઘટનાઓ :ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના કેટલાક બે મહિનાથી જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. જેમાં સૌથી મોટી ઘટના રથયાત્રા દરમિયાન થયેલ દુર્ઘટના ગણાવી શકાય છે. જે બાદ મીઠાખળી વિસ્તારમાં એક મકાન પડી ગયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોને ઇજા થઇ હતી અને બાદમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.

  1. Surat Rain: ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા માતા-પુત્રી આખી રાત કાટમાળમાં રહ્યા
  2. Ahmedabad House collapses : મીઠાખળીમાં વહેલી સવારે એક મકાન ધરાશાયી, એકનું મોત
  3. Rajkot News: જેતપુરમાં સો વર્ષ જુના 6 મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત
Last Updated : Jul 24, 2023, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details