ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat University Defamation Case : અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર ન થયાં અરવિંદ કેજરીવાલ - બાંહેધરી

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ આજે પણ કોર્ટ સમક્ષ હાજર રહ્યાં નથી. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ બંને મેટ્રો કોર્ટ સમક્ષ આવ્યાં નથી. ત્યારે તેમના વકીલ પાસેથી 11 ઓગસ્ટે બંને આરોપી કોર્ટમાં ઉપસ્થિત રહેશે તેવી બાંહેધરી કોર્ટે લીધી હતી.

Gujarat University Defamation Case : અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર ન થયાં અરવિંદ કેજરીવાલ, ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ અપડેટ
Gujarat University Defamation Case : અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર ન થયાં અરવિંદ કેજરીવાલ, ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ અપડેટ

By

Published : Jul 26, 2023, 9:42 PM IST

અમદાવાદ : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યોગ્યતાને લઇને ડીગ્રી પર શંકા જતાવી અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠા તાક પર મૂકાઇ છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ સામે માનહાનિ કેસ કરવામાં આવેલો છે. જેની સુનાવણી મેટ્રો કોર્ટમાં થઇ રહી છે. આજ રોજ 26 જુલાઇએ આ કેસની મુદત હતી ત્યારે ફરી એકવાર આ બંને નેતાઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યાં નથી.

શા માટે કેસ :ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના મુદ્દાના કેસ પર 31 માર્ચ 2023ના રોજ આપેલા ચૂકાદામાં વિવાદને સમાપ્ત કરતાં ફરિયાદીને ડીગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યાર બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 01 એપ્રિલ, 2023 ના રોજ પ્રેસ કોંફરન્સ કરીને વડાપ્રધાનની ડીગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતાં. એટલું જ નહીં આ મુદ્દાને ટ્વીટર હેન્ડલ પર પણ મુકવામાં આવી હતી. બીજા દિવસે 02 એપ્રિલના રોજ સંજય સિંઘે પણ વડાપ્રધાનની ડીગ્રીને લઈને પ્રેસ કરી હતી તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો હતો.

માનહાનિની ફરિયાદની સુનાવણી : સમગ્ર બાબતે ગુજરાત યુનિવર્સિટી વતી કુલસચિવ ડો. પીયૂષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 હેઠળ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. જે અનુષંગે થયેલી સુનાવણીમાં આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં પણ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ એમ બંને આરોપીઓ કોર્ટ સમક્ષ ઉપસ્થિત નહોતા રહ્યાં.

વકીલે મુક્તિ આપવા અરજી કરી : જેને લઈને આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં ઉપસ્થિતિમાંથી મુક્તિ આપવા અરજી કરાઈ હતી. જો કે ગુજરાત યુનિવર્સીટીના વકીલ દ્વારા આ અરજીનો વિરોધ કરાયો હતો. યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે રજૂઆત કરી હતી કે આરોપીઓ એક યા બીજા બહાને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થતા નથી. તેમની સામે વોરંટ જાહેર કરવામાં આવે.

બે સમન્સમાં હાજર નથી રહ્યાં : ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ મેટ્રો કોર્ટે આ પહેલાં બે વખત સમન્સ કાઢ્યાં હતાં.. ગત સુાનવણીમાં દિલ્હીમાં પૂરની પરિસ્થિતિ હોવાનું કારણ આગળ ધરી આરોપીઓ હાજર નહોતા રહ્યાં. તે વાત ગુજરાત યુનિવર્સિટીએ પણ માન્ય રાખી હતી. જ્યારે આજે મેટ્રો કોર્ટના સમન્સ રદ્દ કરવા આરોપીઓ દ્વારા કરાયેલ સેશન્સ કોર્ટમાં કરાયેલ અરજીના મુદ્દા પર યુનિવર્સિટીના વકીલે કહ્યું હતું કે સેશન્સ કોર્ટે તેની ઉપર સ્ટે નથી આપ્યો. જેથી આરોપીઓએ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવું જોઈએ.

કોર્ટે બાંહેધરી માગી : જો કે આરોપીના વકીલની દલીલ હતી કે હજી પણ દિલ્હીના માથે પૂરની આફત છે. સંજય સિંહ મણિપુરની ઘટનાના વિરોધમાં પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા છે. આથી તેઓ ઉપસ્થિત થયા નથી. કોર્ટે આ મુદ્દે 11 ઓગસ્ટે બન્ને આરોપી કોર્ટમાં ઉપસ્થિત રહે તે મુદ્દે બાંહેધરી માંગી હતી. જે મુદ્દે આરોપીઓના વકીલ દ્વારા હકારાત્મક જવાબ અપાયો હતો.

સેશન્સમાં 5 ઓગસ્ટે સુનાવણી છે : જો કે મેટ્રો કોર્ટના સમન્સ અંગે આરોપીઓ દ્વારા સેશન્સમાં કરાયેલ અપીલ બાબતે 05 ઓગસ્ટે સુનાવણી હોવાથી આરોપીઓને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળે તેવી શકયતા છે. બંને આરોપીના વકીલે જણાવ્યું હતું કે બાહ્ય આપતિઓ અમારા હાથમાં નથી. વળી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓને ટાંકીએ તો આ પ્રકારના કેસમાં આરોપીએ ઉપસ્થિત રહેવું જરૂરી નથી. તેવી દલીલો પણ આગામી મુદતમાં થઈ શકે છે.

વકીલે 15 પછી મુદત માગી કોર્ટે 11 ઓગસ્ટ આપી : ઉપરાંત આરોપીઓના વકીલ દ્વારા આગામી સમયમાં 15 ઓગસ્ટને લઈને દિલ્હીમાં તૈયારીઓ હોવાથી ત્યારબાદ પ્રોસીડિંગ રાખવા માંગ કરાઈ હતી. પરંતુ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સાંસદ અને ધારાસભ્યના કેસ દર 15 દિવસમાં ચલાવવાના નિર્દેશ હોવાથી તેમજ તેનો અહેવાલ મોકલવાનો હોવાથી 11 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.

  1. Gujarat University defamation case: અરવિંદ કેજરીવાલને 26 જુલાઈના કોર્ટમાં હાજર રહેવા આદેશ
  2. Arvind Kejriwal : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી
  3. PM Modi Degree Case: PM મોદીની ડિગ્રી માંગવાનો મામલો, કેજરીવાલ તરફથી રિજોઇન્ડર દાખલ, વધુ સુનાવણી 21 જુલાઈએ થશે

ABOUT THE AUTHOR

...view details